પ્રોટીન, આયરન, મેન્ગેનીઝ, પોટેશિયમ, કૉપર, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ વગેરેથી ભરપુર મગફળીને દરરોજ પલાળીને ખાવાથી ચમત્કારિક ફાયદા મળે છે.
મગફળી દરરોજ પાણીમાં પલાળીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે. જેનાથી ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.
પ્રોટીન, કેલ્શિયમથી ભરપુર મગફળીને દરરોજ પલાળીને ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે. જેનાથી માંસપેશીઓમાં થતો દુ:ખાવો પણ દૂર થાય છે.
મગફળી પ્રોટીનનો શ્રેષ્ઠ સોર્સ મનાય છે. આથી તેનું સેવન કરવાથી વાળ અને નખ હેલ્ધી રહે છે.
મગફળીમાં આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે તેને પલાળીને ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
મગફળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે તત્વો મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. મગફળીને દરરોજ પાણીમાં પલાળીને ખાવાથી હાડકા સબંધિત સમસ્યાનો ખતરો ટળે છે.
મગફળી ખાવાથી શરીરને તાકાત મળે છે. આથી તેનું સેવન કરવાથી જીમ જનારા લોકો કરતા હોય છે. પાણીમાં પલાળેલી મગફળી ખાવાથી નબળાઈની સમસ્યા દૂર થાય છે.
મગફળીની તાસીર ગરમ હોય છે. જેથી તેને પાણીમાં પલાળીને ખાવાનું કહેવામાં આવે છે. જો કે એક વાત યાદ રાખવી જોઈએ કે, એક દિવસમાં એક મુઠ્ઠીથી વધારેથી મગફળીનું સેવન ના કરવું જોઈએ.