સ્વાદમાં ગળ્યા અને પોષક તત્વોથી ભરપુર શક્કરીયા ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં શેકેલા શક્કરીયા ખાવા જ જોઈએ. આ લેખમાં મેટ્રો હોસ્પિટલના સીનિયર ગેસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. વિશાલ ખુરાના પાસેથી જાણીએ ઠંડીમાં શેકેલા શક્કરીયા ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય?
શક્કરીયામાં આયરન, કેલ્શિયમ, વિટામિન B6, C, D, ફાઈબર, પોટેશિયમ અને હેલ્ધી ફેટના ગુણ મળી આવે છે. એવામાં શિયાળામાં શેકેલા શક્કરીયા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
પાચન તંત્રને મજબૂત બનાવવા તેમજ કબજિયાત અને અપચા જેવી પેટ સબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડાયટમાં શેકેલા શક્કરીયાને સામેલ કરવા જોઈએ. જે ફાઈબરનો સારો સોર્સ મનાય છે.
શિયાળાની સિઝનમાં મોટાભાગના લોકોની રોગ સામે લડવાની ક્ષમતા નબળી પડી જતી હોય છે, પરિણામે તેઓ ઝડપથી બીમાર પડી જતા હોય છે. એવામાં શેકેલા શક્કરીયા ખાવાથી બૉડીને વિટામિન C અને બીટા કેરોટીન મળે છે, જે ઈમ્યૂનિટી મજબૂત બનાવે છે.
શરીરમાંથી થાક અને નબળાઈ દૂર કરવા માટે અને બૉડીને ઈન્સ્ટન્ટ એનર્જી આપવા માટે શેકેલા શક્કરીયા ખાવા જોઈએ. શક્કરીયામાં શરીરને એનર્જી પૂરી પાડતા કાર્બોહાઈડ્રેટ્સ અને કેલેરી હોય છે.
હાડકા માટે પણ શેકેલા શક્કરીયા ખાવા લાભદાયી નીવડી શકે છે. શેકેલા શક્કરીયા મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.