રાત્રે સૂતા પહેલા માત્ર 1 ઈલાયચી ખાવાના અઢળક ફાયદા


By Kajal Chauhan07, Jan 2025 06:59 PMgujaratijagran.com

ઈલાયચીના ફાયદા

ઘરમાં હાજર ઈલાયચી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તે ખાવાનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઈલાજ છે.

પાચનતંત્ર

રાત્રે સૂતા પહેલા ઈલાયચી ચાવવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે.

સારી ઊંઘ

જો તમે રાત્રે સૂઈ શકતા નથી, તો તમારે સૂતા પહેલા ઈલાયચી ખાવી જોઈએ. ઈલાયચીમાં કુદરતી ઠંડકની અસર હોય છે, જે મનને શાંત કરે છે.

દુર્ગંધ

ઈલાયચી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

મજબૂત રોગપ્રતિકારક શક્તિ

ઈલાયચી ચાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેને નિયમિત ખાવાથી શરદી અને ઉધરસથી બચી શકાય છે.

અસ્થમામાં ફાયદાકારક

ઈલાયચીના સેવનથી અસ્થમા અને શરદી જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે. ગળાને સાફ રાખે છે અને લાળને દૂર કરવામાં મદદ કરે છે.

તણાવ

ઈલાયચી ચાવવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. તેનાથી મન શાંત થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે.

Guava Side Effects: શિયાળામાં વધુ પડતા જામફળ ખાવાના ગેરફાયદા