Jaggery Tea Benefits: શિયાળામાં ગોળની ચા પીવાના ફાયદા


By Vanraj Dabhi03, Dec 2024 05:14 PMgujaratijagran.com

ગોળ વાળી ચા

શિયાળામાં મોસમી રોગોનું જોખમ રહે છે. તેથી શરીરને સ્વસ્થ અને અંદરથી ગરમ રાખવા માટે ખાંડવાળી ચાને બદલે ગોળની ચા પી શકો છો.

મોસમી રોગો સામે રક્ષણ

ગોળની ચા પીવાથી શિયાળામાં ઉધરસ, શરદી અને ફ્લૂના લક્ષણોમાં ઘટાડો થાય છે. તે શરીરને આંતરિક રીતે ગરમ રાખે છે અને ઠંડીથી પણ બચાવે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત

શિયાળામાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આપણે વારંવાર બીમાર પડીએ છીએ. ગોળમાં વિટામીન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.

વજન ઘટાડે

શિયાળામાં તમારું વજન કંટ્રોલમાં રાખવું હોય તો, ગોળની ચાનું સેવન કરી શકો છો. તે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

એનિમિયા દૂર કરે

ગોળમાં આયર્ન ભરપૂર હોય છે, તેથી શિયાળામાં ગોળની ચા પીવાથી શરીરનો થાક, નબળાઈ અને એનિમિયા દૂર કરે છે.

પાચન તંત્ર માટે ફાયદાકારક

ગોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી ખાંડની જગ્યાએ ગોળની ચા પીવાથી અપચો, ગેસ અને કબજિયાત જેવી પાચન સંબંધી અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

કેવી રીતે બનાવવી?

એક પેનમાં 2 કપ પાણી ગરમ કરી અને તેમાં ચા પત્તી, આદુ, ઈલાયચી અને તજ નાખીને 2 મિનિટ ઉકાળો, પછી તેમાં દૂધ નાખીને ચાને સારી રીતે પકાવો.

ડૉક્ટરની સલાહ

શિયાળામાં ગોળની ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, જો તમને કોઈ રોગ અથવા એલર્જી હોય,તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Candy Benefits: આમળા કેન્ડી ખાવાના ફાયદા