Garlic Clove Benefits: રાતે સૂતા પહેલા લસણની એક કળી ચાવવાથી થશે ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh11, Dec 2024 04:03 PMgujaratijagran.com

લસણમાં પોષક તત્વો

લસણમાં મેંગેનીઝ, ફાઈબર, કેલ્શિયમ, કૉપર, પોટેશિયમ, ફૉસ્ફરસ, એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે.

વજન કંટ્રોલ રહેશે

રાતે સૂતા પહેલા લસણની એક કળી ચાવી જવાથી વજન કંટ્રોલમાં રહે છે. હકીકતમાં લસણમાં હાઈ લેવલનું ફાઈબર મળી આવે છે. જે વજનને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

હાડકા મજબૂત થશે

કાચા લસણની કળીનું સેવન રાતે કરવાથી હાડકા મજબૂત બને છે. હકીકતમાં કાચા લસણમાં કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં મળી આવે છે.

કૉલેસ્ટ્રોલ કંટ્રોલ

જો તમે કૉલેસ્ટ્રોલના દર્દી હોવ, તો રાતે સૂતા પહેલા લસણની એક કાચી કળી અચૂક ચાવી જવી જોઈએ. લસણમાં એન્ટી હાઈપરલિપિડેમિયા ગુણ મળી આવે છે. જેના થકી કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

શરદી-ઉધરસમાં છૂટકારો

શિયાળાની સિઝનમાં શરદી-ઉધરસ અને તાવ જેવી સિઝનલ બીમારી સામાન્ય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રાતે એક લસણની એક કળી ચાવી જવી જોઈએ, કારણ કે કાચુ લસણ ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કેવી રીતે સેવન કરવું?

રાતે સૂવાના 30 મિનિટ પહેલા 1 કાચા લસણની કળીને હુંફાળા પાણી સાથે લઈ લો. આમ કરવાથી સ્વાસ્થ્યને અદ્દભૂત ફાયદો થાય છે.

Besan Benefits: બેસન ખાવાથી શરીરને થશે અઢળક ફાયદા, જેના વિશે ભાગ્યે જ તમે વિચાર્યું હશે