દૂધ અને એલચી બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જ સમયે એલચીમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
જો તમારા શરીરના હાડકાં નબળા થઈ રહ્યા છે તો રોજ દૂધમાં એલચી મિક્ષ કરીને પીવાથી તમારા હાડકાં મજબૂત થઈ શકે છે.
ઈલાયચી મિક્સ કરી દૂધ પીવાથી ઈમ્યુનિટી મજબૂત કરી શકાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે ચેપનું જોખમ ઓછું થાય છે.
જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો 1 ગ્લાસ દૂધમાં 1 એલચી ઉમેરીને દરરોજ પીવો. તેના સેવનથી પેટ સ્વસ્થ રહે છે.
એલચી ભેળવીને દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે, કારણ કે એલચીમાં પોટેશિયમ જોવા મળે છે.
એલચી ભેળવીને દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રાત્રે છે. રાત્રે સૂવાના અડધા કલાક પહેલા એલચીનું દૂધ પીવું જોઈએ. જો તમે એક ગ્લાસ દૂધમાં 1 ઈલાયચી નાખીને પી લો તો તમને તમારા સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદાઓ થઈ શકે છે.