સફરજન વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. કેળા ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન બી6, કોપર, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. આવી સ્થિતિમાં કેળા અને સફરજનનું એકસાથે સેવન શરીર માટે ફાયદાકારક છે.
કેળા અને સફરજનમાં રહેલા પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો કેળા અને સફરજન એકસાથે ખાવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે.
જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો તમે તમારા આહારમાં કેળા અને સફરજનનો સમાવેશ કરી શકો છો.
કેળા અને સફરજનમાં રહેલા ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે.