Beauty Tips: પાર્લર જવાથી છુટકારો મેળવો, ઘરે જ કરો પેડીક્યોર


By Dimpal Goyal29, Oct 2025 03:22 PMgujaratijagran.com

પેડિક્યોર

ખાસ પ્રસંગોમાં હાથ અને પગ ચમકતા દેખાવા માટે પાર્લરમાં પેડિક્યોર કરાવવાની જરૂર નથી. આ સરળ ટિપ્સથી ઘરે જ કરો પ્રોફેશનલ જેવા પેડિક્યોર!

પેડિક્યોર ટ્રીટમેન્ટ

પ્રસંગોમાં પાર્લરમાં ભીડને કારણે ઘણો સમય લાગે છે અને ઘણા પૈસા પણ ખર્ચાય છે. પરંતુ આ ટ્રીટમેન્ટમાં પગની ડેડ સ્કિનને દૂર કરવામાં આવે છે, તિરાડ પડી ગયેલી હીલ્સને રિપેર કરે છે અને પગને ચમકદાર બનાવે છે.

સ્ટેપ 1

સૌથી પહેલા નેઇલ પેઇન્ટ રીમૂવરથી જૂની નેઇલ પોલીસ દૂર કરો, પછી નખ કાપીને તમારી પસંદનો શેપ આપો. નખની સાફસફાઇ ખૂબ મહત્વપૂર્ણ છે.

સ્ટેપ 2

એક ટબમાં ગરમ પાણી લો,તેમાં લીંબુના ટુકડા અને મીઠું ઉમેરો. તમારા પગને તેમાં 10–15 મિનિટ સુધી રાખો, આ પગની સ્કિનને નરમ બનાવશે અને ધૂળ દૂર કરશે.

સ્ટેપ 3

સ્ક્રબિંગ કર્યા પછી, તમારા પગને ટુવાલ વડે સુકાવો. પછી મોઈશ્ચરાઈઝર અથવા નારિયેળ તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો.

સ્ટેપ 4

સ્ક્રબ માટે એક ચમચી લીંબુનો રસ , બે ચમચી ખાંડ ,અડધી ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. આ મિશ્રણથી પગને ધીમેથી ઘસો, પ્યુમિસ સ્ટોન વડે એડી અને ડેડ સ્કિન દૂર કરો અને પછી પગ ધોઈ લો.

સ્ટેપ 5

સૌથી પહેલા બેઝ કોટ લગાવો, પછી તમારી મનપસંદ કલરની નેઇલ પોલીશ લગાવો. સેકન્ડ કોટ આપો જેથી નખ વધુ ગ્લોસી લાગે.

વાંચતા રહો

આ રીતે ફક્ત થોડા સ્ટેપમાં તમે ઘરે જ પાર્લર જેવી પેડિક્યોર ફિનિશ મેળવી શકો છો.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ સવારે નખ ઘસવાથી થશે આ અદ્ભુત ફાયદાઓ