Baba Ramdev Health Tips: પેટની ગંદકી એક જ ઝાટકે સાફ કરવા માટે અજમાવો બાબા રામદેવ


By Vanraj Dabhi23, Jan 2025 05:20 PMgujaratijagran.com

પેટની ગંદકી સાફ કરો

ઘણા લોકો સવારે પેટ સાફની સમસ્યાથી પરેશાન છે, કેટલાક લોકો અવ નવા નુસખો અજમાવતા હોય છે.

બાબા રામદેવના આ ઉપાય

આજે અમે તમને એક જ વારમાં પેટ સાફ થઈ જાય એવા બાબા રામદેવના આ ઉપાય વિશે જણાવીશું.

એલોવેરાનો રસ

જો તમે હંમેશા કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો રોજ એલોવેરા જ્યુસ પીવાથી કબજિયાતમાં રાહત મળશે.

ફણગાવેલા અનાજ

રોજ સવારે અંકુરિત અનાજ ખાવાથી પેટ સાફ કરવામાં ફાયદો થશે. ફણગાવેલા અનાજમાં ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે, જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.

દહીં અને છાશનું સેવન

તમે સવારે દહીં અને સાંજે છાશનું સેવન કરવું જોઈએ, જે તમને કબજિયાતની સમસ્યાથી રાહત આપશે.

ફળો ખાવ

તમારે તમારા ડેઈલ ડાયટમાં એક સફરજન અને એક દાડમનો સમાવેશ કરવો જોઈએ. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.

ત્રિફળા પાવડર

ત્રિફળા પાવડરને કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે રામબાણ માનવામાં આવે છે. તમે દરરોજ સવારે એક ચમચી ત્રિફળા પાવડરનું સેવન કરી શકો છો.

પાણી પેટને પણ સાફ કરે છે

દરરોજ 8 થી 9 ગ્લાસ પાણી પીવાથી પણ પેટ સાફ થાય છે. પાણી પીવાથી તમને સમસ્યામાંથી રાહત મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Black Pepper Benefits: દરરોજ કાળા મરી ખાવાથી શું થાય?