જો તમે દરરોજ સવારે પલાડેલા મગ ખાવો છો તો પાચન તંત્ર મજબૂત રહે છે. પેટ પણ સાફ થાય છે.
મગની દાળમાં વિપુલ પ્રમાણમાં આયર્ન અને પ્રોટીન રહેલા હોય છે. તે દરરોજ ખાવાથી લોહીની ઊણપ દૂર થાય છે.
જો તમે વજનમાં ઘટાડો કરવા ડાયટ ફોલો કરી રહ્યા છે તો પલાડેલા મગનો સમાવેશ કરો. તેમાં ફાઈબર હોય છે, જે વજન પણ ઘટાડે છે.
સવારે પલાડેલા મગ ખાવાથી સમગ્ર દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તેમાં રહેલ પ્રોટીન થાકને દૂર કરે છે.
દરરોજ પલાડેલા મગ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેમાં રહેલ પોટેશિયમ અને આયર્ન મસલ્સ સ્ક્રેચથી બચાવે છે.
મગ દાળમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જલ્દીથી ખાસી-શરદી થતી નથી.