શક્કરટેટી એ માત્ર સ્વાદિષ્ટ ફળ નથી, પણ સ્વાસ્થ્યનો ખજાનો છે. ગરમીની સિઝનમાં તેનું સેવન કરવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે
શક્કરટેટીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, જે ઉનાળામાં શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને પાણીની કમી થવા દેતું નથી.
આ ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરી યોગ્ય માત્રામાં મળી રહે છે.
તે બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
શક્કરટેટી સ્વાદમાં ખૂબ જ મીઠી અને મધુર હોય છે, જે ગરમીમાં તાત્કાલિક ઉર્જા (Energy) પૂરી પાડે છે.
ગરમીની સિઝનમાં અન્ય ફળોની સરખામણીએ શક્કરટેટીનું સેવન અમૃત સમાન ગણાય છે, કારણ કે તે શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્ર સુધારે છે.
અવનવી હેલ્થ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.