કોણીની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર


By Dimpal Goyal01, Nov 2025 01:25 PMgujaratijagran.com

કોણીની કાળાશ

કોણી કાળી પડવી એ સામાન્ય ત્વચાની સમસ્યા છે. વધુ ઘર્ષણ, તડકામાં રહેવું, અથવા મૃત ત્વચા કોષોના જમાવાથી ત્વચા કાળી દેખાય છે. નીચે જણાવેલા કુદરતી ઘરેલુ ઉપાય દ્વારા તમે કોણીની કાળાશ ઘટાડીને ત્વચાને નરમ અને ઉજળી બનાવી શકો છો.

દહીં અને હળદર

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને નરમ બનાવે છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે.

દહીં અને હળદરનું મિશ્રણ

દહીંમાં થોડી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે પેસ્ટ કોણી પર લગાવો અને 15–20 મિનિટ સુધી રહેવા દો, બાદમાં હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય ત્વચાનો રંગ સુધારે છે અને કોણીને મુલાયમ બનાવે છે.

લીંબુ અને ખાંડ

લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો છે, તે ખાંડ ત્વચાને સ્ક્રબ કરીને મૃત કોષોને દૂર કરે છે.

લીંબુ અને ખાંડનું મિશ્રણ

લીંબુના રસમાં ખાંડ મિક્સ કરો અને તે મિશ્રણ કોણી પર હળવે હાથે ઘસો. 10–15 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો, અઠવાડિયામા 2–3 વાર આ ઉપાય કરવાથી ત્વચામાં નિખાર આવે છે.

એલોવેરા જેલ

એલોવેરા ત્વચાને ભેજ આપે છે અને ઠંડક પહોંચાડે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાના રંગને સુધારે છે.

જેલ

તાજી એલોવેરા જેલ કોણી પર લગાવો, 15–20 મિનિટ પછી ધોઈ લો. દરરોજ ઉપયોગ કરવાથી કોણીની ત્વચા કોમળ અને ઉજળી બને છે.

બેકિંગ સોડાનો સ્ક્રબ

બેકિંગ સોડા એક ઉત્તમ એક્સફોલિએટર છે. તે મૃત ત્વચા દૂર કરીને ત્વચાને સ્વચ્છ અને નરમ બનાવે છે.

પેસ્ટ બનાવો

બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો, તે પેસ્ટ કોણી પર લગાવી 5–10 મિનિટ સુધી હળવા હાથે ઘસો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. નિયમિત ઉપયોગથી કાળાશ ઘટે છે અને ત્વચાનો ટેક્સચર સુધરે છે.

વાંચતા રહો

લાઈફસ્ટાઈલની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જમ્યા પછી તરત પાણી પીવું જોઇએ કે નહીં?