ભોજન લીધા પછી ઘણા લોકોને એસિડિટીની સમસ્યા રહે છે. આનાથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ છે જે રાહત આપી શકે છે.
ભોજન લીધા પછી ખાટા ઓડકાર, છાતીમાં બળતરા વગેરે એસિડિટીની સમસ્યાનું કારણ હોય છે.
અતિશય ખાવું,વધુ પડતું તેલયુક્ત કે મસાલેદાર ખોરાક ખાવો, વધુ પડતું કેફીનનું સેવન, દારૂનું સેવન કરવું, તણાવને કારણે પણ એસિડિટી વધી શકે છે.
દિનચર્યામાં કેટલીક સારી આદતો અપનાવો જેવી કે ખાધા પછી થોડીવાર ચાલવા જવાથી એસિડિટીની સમસ્યાથી બચી શકો છો.
એસિડિટીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અસરકારક છે.
એસિડિટીથી રાહત મેળવવા માટે હર્બલ ટી એક ઉત્તમ કુદરતી ઉપાય છે. આ એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે.
એસિડિટીથી બચવા માટે કેફીન, ભોજન પછી ખાટા ફળો ખાવા, કાર્બોનેટેડ પીણાં, મસાલેદાર કે તળેલો ખોરાકનું સેવન ટાળો.
ભોજન પછી થોડી વરિયાળી ચાવવાથી એસિડિટીથી છુટકારો મેળવી શકો છો.
ભોજન કર્યા પછી એસિડિટી થતી હોય તો તમે થોડું દહીં અથવા છાશ પી શકો છો.
એસિડિટીથી છુટકારો મેળવા માટે તમે જીરું, મેથી, અજમાને શેકીને પીસી લો અને તેમાં સંચળ પાઉડર ઉમેરીને સેવન કરો.
સ્વાસ્થ્ય અને જીવવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.