બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવવાની 7 સ્માર્ટ ટિપ્સ


By Dimpal Goyal21, Oct 2025 01:45 PMgujaratijagran.com

ખર્ચો

આજના મોંઘવારીના યુગમાં પગાર ઓછો થતો જાય છે અને ખર્ચો વધતો જાય છે. આવામાં બચત કરવી ખુબ જ મુશ્કેલ બની જાય છે.

સેવિંગ્સ

દરેક વ્યક્તિ વિચારે છે કે, તે પોતાનું ઘર, ગાડી અને બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રાખી શકે. આ માટે લોકો બચત કરવાનું શરૂ કરે છે.

બજેટ નકકી કરો

સૌથી પહેલા ઘરનું બજેટ બનાવી લો. તમારા આખા મહિનાનો ખર્ચો કેટલો છે અને શું જરૂરી છે.

ઘરના ખર્ચાઓ પર ધ્યાન આપો

ઘરના ખર્ચાઓ પર ધ્યાન રાખો. કેવા પ્રકારનો ખર્ચો થઈ રહ્યો છે, કોઈ ફાલતુ ખર્ચો તો નથી થઈ રહ્યો.

નકામી વસ્તુઓ ખરીદવાનું ટાળો

ઘણી વખત આપણે નકામી વસ્તુઓ પણ ખરીદી લેતા હોઈએ છીએ. આવું કરવાથી બચો. કંઈ પણ ખરીદતા પહેલા વિચારો. શું તે ખરેખરમાં જરૂરી છે.

બચત માટે અલગ એકાઉન્ટ બનાવો

બચત કરવાની રકમ નક્કી કરો. તમારે એક અલગ એકાઉન્ટ અથવા કોઈ ફંડ બનાવવાનું રહેશે. જમાં દર મહિને એક ફિક્સ એમાઉન્ટ જાય.

ઓનલાઈન પેમેન્ટ ઓછુ કરો

હવે બધુ જ ડિજિટલ થઈ ગયું છે અને આવામાં ઓનલાઈન પેમેન્ટ તાત્કાલિક થઈ જાય છે. પરંતુ તેમાં ખર્ચો વધુ થાય છે, તેને થોડુ ઓછુ કરો.

ફાલતું ખચૅ ટાળો

આજકાલ મોટા ભાગના લોકો કપડા અને ખાવાની વસ્તુઓ પર વધારે ખર્ચો કરે છે. તે જરૂરી હોય તો કરો તેને કરવાથી બચો.

ઘરમાં પણ એક ગલ્લો રાખો

ઘરમાં પણ એક ગલ્લો રાખો. બાળકોથી લઈ મોટા સુધી તેમાં દરરોજ કંઈક ને કંઈક નાંખતા રહો. આ એક નાની બચત હશે.

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

કાઠિયાવાડી તીખી અને ટેસ્ટી લસણ ની ચટણી બનાવવાની સરળ રીત