કબજિયાત એક સામાન્ય સમસ્યા છે અને તેનાથી છુટકારો મેળવવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. કેટલાક હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરીને કબજિયાતથી છુટકારો મેળવી શકો છો.
સૌથી સરળ અને અસરકારક ઉપાય છે પાણી પીવો, જો શરીરમાં પાણીની ઉણપ હોય તો કબજિયાતની સમસ્યા વધી શકે છે.
એક ચમચી ઓલિવ ઓઈલ અને અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
આમળામાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી ઘી અને હળદર ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટના સ્વાસ્થ્યને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે.
ફ્લેક્સસીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.