Home Remedies: કબજિયાતથી છો પરેશાન? આ રહ્યા તેને દૂર કરવાના સરળ ઉપાયો


By Vanraj Dabhi23, Dec 2024 05:16 PMgujaratijagran.com

કબજિયાત

મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા ગંભીર રોગોનું કારણ બની શકે છે. આ ઘરેલું ઉપચાર વડે કબજિયાતમાંથી રાહત મળી શકે છે.

ઈસબગુલ

ફાઈબરથી ભરપૂર છે અને તે લેક્ઝેટિવ છે. તે કબજિયાત અને ડાયેરિયા બન્નેમાં ગુણકારી છે.

અળસી

અળસી એટલે કે ફ્લેક્સ સીડમાં ઓમેગા- 3 ફેટી એસિડ છે, જે આરોગ્યપ્રદ છે, આનાથી કબજિયાતમાં રાહત થશે.

ત્રિફળા ચૂર્ણ

કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે.

સૂકી દ્રાક્ષ

લાક કે કાળી સૂકી દ્રાક્ષ પેટ માટે ખૂબ લાભદાયી છે. તેનું સેવન કરવાથી કબજિયાતને દૂર કરી શકાય છે.

અજમો

અજમામાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, પોટેશિયમ, ટેનિન, રિબોફ્લેવીન જેવા અનેક પોષક તત્ત્વો છે. પેટ સંબંધિત બિમારીઓને દૂર કરવા માટે સેવન કરી શકો છો.

આમળાનો રસ

વિટામિન સીથી ભરપૂર હોવાથી તે પાચન સુધારવામાં મદદરૂપ છે. તે કબજિયાતને દૂર કરવા માટે આ ઉપાય કારગત છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tulsi Tea Benefits: શિયાળામાં તુલસીની ચા પીવાના 8 ફાયદા