આ લોકોએ ભૂલથી પણ દાડમ ન ખાવું જોઈએ, જાણો કેમ


By Vanraj Dabhi05, Dec 2024 03:51 PMgujaratijagran.com

દાડમના ગેરફાયદા

દાડમમાં ઘણા પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે, પરંતુ કેલલાક લોકોને સ્વાસ્થ્ય માટે નુકશાન પણ કરે છે.

શરદી-ઉધરસ

શરદી, ઉધરસ, તાવ કે ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી પીડાતા લોકોએ દાડમનું સેવન ન કરવું જોઈએ.

કબજિયાતની સમસ્યા

દાડમમાં ફાઈબર હોય છે, જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. પરંતુ દાડમનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

લો બ્લડ પ્રેશર

જો કોઈ વ્યક્તિને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેણે દાડમ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકાય છે.

ત્વચાની એલર્જી

દાડમનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, જેનાથી ત્વચા પર એલર્જી થઈ શકે છે.

એસિડિટીની સમસ્યા

વધુ પડતા દાડમ ખાવાથી પેટમાં એસિડ વધી શકે છે, જેનાથી બળતરા અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin B12 Foods: વિટામિન બી 12 યુક્ત ખોરાક