ઘણા લકો આમળાનું સેવન કરતા હોય છે, પરંતુ તેના ફાયદા વિશે નથી ખબર હોતી, આજે અમે તમને આમળાના ફાયદા વિશે જણાવીશું.
વિટામિન સી સિવાય આમળામાં B1, B2, B3, B5, B6, B9, વિટામિન A, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ આયર્ન, કેલ્શિયમ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો હોય છે.
ઘણા લોકોને ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતા હોય છે, તેનાથી છુટકારો મેળવવા માટે આમળાના મુરબ્બાનું સેવન કરવું જોઈએ.
આમળાનું સેવન કરવાથી મગજના કોષોને પોષણ મળે છે, જે યાદશક્તિને વધારવામાં મદદ કરે છે.
જે લોકોને ભૂખ ઓછી લાગે છે તેઓએ આમળાનું સેવન કરવાથીથી ભૂખ વધવા લાગે છે અને પાચન પણ સ્વસ્થ રહેશે.
વિટામિન સીથી ભરપૂર આમળા ખાવાથી વાળ લાંબા, જાડા અને કાળા થાય છે અને તેનો રસ લગાવવાથી ખીલથી પણ છુટકારો મળે છે.
વિટામિન Aથી ભરપૂર આમળાનું સેવન કરવાથી આંખોને ફાયદો થાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.