કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે રામબાણ મનાય છે. જેને ખાવાથી અનેક શારારીક સમસ્યામાં લાભ મળી શકે છે. જો કે કેટલાક લોકોને શેકેલા કાજુ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.
અનેક લોકો કાજુને શેકીને ખાતા હોય છે, જેથી તેનો વધારે સારો સ્વાદ આવે. જો કે તમે સ્વાસ્થ્ય સબંધિત આ પાંચ સમસ્યાથી પીડિત હોવ, તો તમારે શેકેલા કાજુ ખાવાનું ટાળવું જોઈએ.
જો તમને ગેસની સમસ્યા રહેતી હોય, તો તમારે શેકેલા કાજુ ના ખાવા જોઈએ. આમ છતાં તમે કાજુ ખાશો તો તરત જ પેટમાં ગેસ બનવા લાગશે.
જો તમે કોલેસ્ટ્રોલના દર્દી હોવ, તો તમારે શેકેલા કાજુ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે.
ડાયાબિટીશના દર્દીઓને પણ શેકેલા કાજુ ખાવાથી નુકસાન થઈ શકે છે. હકીકતમાં શેકેલા કાજુમાં કેલેરી અને ફેટ મળી આવે છે.
ફેટી લિવરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ભૂલથી પણ કાજુ ના ખાવા જોઈએ, કારણ કે શેકેલા કાજુમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે.
જો તમે હાઈ બ્લડ પ્રેશરની દર્દી હોવ, તો તમારે શેકેલા કાજુથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે તેમાં રહેલ સોડિયમ તમારું પ્રેશર એકદમ વધારી શકે છે.