શિયાળામાં ઘી વાળી રોટલી ખાવાના 5 ફાયદા


By Vanraj Dabhi17, Nov 2024 12:16 PMgujaratijagran.com

ઘી વાળી રોટલી

શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે. ઠંડા વાતાવરણમાં રોટલી અને ઘીનું સેવન ફાયદાકારક છે. રોટલી પર ઘી લગાવીને ખાવી જોઈએ.

શું લાભ મળે છે?

ઘી વાળી રોટલી ખાવાથી પાંચ સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. ચાલો જાણીએ તમને કયા 5 ફાયદા છે.

પોષક તત્વો

દેશી ઘીમાં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.

શરીર ગરમ રહે

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે રોટલીને ઘી વાળી કરીને ખાવી જોઈએ, જેનાથી શરીરને ગરમી મળે છે.

વિટામિન રિપ્લેનિશમેન્ટ

ઘી વાળી રોટલી ખાવાથી શરીરને વિટામિન ડી, વિટામિન એ અને ઇ મળી આવે છે.

ઊર્જા આપે

શિયાળામાં કામ કરવાનું મન થતું નથી, પરંતુ ઘી વાળી રોટલી ખાવાથી શરીરને ઘણી શક્તિ મળે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત

શિયાળાની ઋતુમાં લોકોને ઈન્ફેક્શનની વધુ સમસ્યા થતી હોય છે, પરંતુ ઘીનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધે છે, જે ઈન્ફેક્શનનો ખતરો ટાળે છે.

પેટ સારું રાખે

ઘી વાળી રોટલીનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે. ઘી પેટના એસિડને બહાર કાઢે છે. ઘી વાળો રોટલો પણ પચવામાં સરળ છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું મેથીની ચટણી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે? જાણો