જો તમે દરરોજ એક કપ ફૂદીનાનું પાણી પીવો છો, તો શરીરને અનેક ફાયદા થાય છે. આ પાણી સ્વાસ્થ્ય માટે રામબાણ મનાય છે.
ફૂદીનાનું પાણી સ્કિન માટે ફાયદેમંદ મનાય છે. ફૂદીનામાં એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે, જે સ્કિનને નેચરલ ગ્લો આપવા સાથે ખીલથી પણ બચાવે છે.
ઘણાં લોકોને પેટમાં ગરમી રહેતી હોય છે, પરંતુ 1 કપ ફૂદીનાનું પાણી પીવાથી આ ગરમી શાંત રહે છે, કારણ કે ફૂદીનાની તાસીર ઠંડી હોય છે.
1 કપ ફૂદીનાનું પાણી પીવાથી ઝડપથી વજન ઉતારી શકાય છે. ફૂદીનાનું પાણી પીવાથી મેટાબોલીઝમ સુધરે છે, જેના કારણે વેટ લૉસ સરળથાથી થાય છે.
જો કંઈ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જતી હોય, તો તેમાંથી છૂટકારો મેળવવા માટે એક કપ ફૂદીનાનું પાણી પીવું જોઈએ.
ફૂદીનાનું પાણી બનાવવા માટે રાતે એક ગ્લાસ પાણીમાં 2-3 ફૂદીનાના પત્તા રાખી દો. સવારે ઉઠીને પાણીને ગાળીને તેની પી જાવ.