મેથી પોષકતત્વોથી ભરપુર હોય છે. જેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે શરીર માટે ગુણકારી સાબિત થઈ શકે છે.
જો મેથીના પાણીનું સેવન કરો છો, તો આંતરડાને લાભ મળે છે. આ પાણી આંતરડાને હેલ્ધી રાખે છે અને ગંદકીને પણ સાફ કરે છે.
પાચન સબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. મેથીના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી પાચન શક્તિ સુધારવામાં મદદ મળે છે.
જો તમે કોલેસ્ટ્રોલના દર્દી હોવ, તો ડાયટમાં મેથીના પાણીને સામેલ કરવું જોઈએ.આ પાણી કોલેસ્ટ્રોલના લેવલને વધવા નથી દેતું.
મેથીનું પાણી પીવાથી વજન પણ વધતુ નથી. હકીકતમાં મેથીમાં ફાઈબર મળી આવે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી ભૂખ નથી લાગતી.
મેથીનું પાણી સવારે ખાલી પેટ પીવું જોઈએ. આ માટે રાતે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા પલાળીને રાખી દો. જે બાદ વહેલી સવારે ગાળીને પી જાવ.