Lockdown: ભારતમાં કોઈ 'Lockdown' લાગવાનું નથી, સરકારે અફવાને સંપૂર્ણપણે નકારી કાઢી, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 'શાંતિની અપીલ' કરી

તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે અને પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ભંડાર ધરાવે છે.ઇંધણ, ખાતર અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર નજર રાખવા માટે સાત સશક્ત જૂથોને સક્રિય

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Mar 2026 10:57 PM (IST)Updated: Wed, 25 Mar 2026 10:58 PM (IST)
there-will-be-no-lockdown-in-india-central-government-completely-rejected-the-rumors-amid-the-west-asia-crisis

Nationwide Lockdown: ભારત સરકારે દેશવ્યાપી લૉકડાઉન(Nationwide Lockdown) થવાના બુધવારે, 25 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર જે અટકળો વહેતી હતી તેને ધરમૂળથી નકારી દીધી છે. સત્તાવાર નિવેદનમાં સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે પશ્ચિમ એશિયા(Middle East)માં જે ભૂ-રાજકિય અસ્થિરતા અને વૈશ્વિક ઊર્જાના માર્ગો ખોરવાયા હોવા થતા જાહેર પરિવહનને અટકાવવા અથવા તો આર્થિક પ્રવૃત્તિઓને બંધ કરવાની કોઈ જ યોજના નથી. આ સાથે કોઈ જ પ્રકારની અફવામાં નહી આવવા અને પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધથી સર્જાયેલી સ્થિતિ વચ્ચે શાંતિની રાખવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોવિડ-19 લૉકડાઉન (Covid-19 Lockdown)ના છ વર્ષ પૂરા થયા છે ત્યારે આ અફવા ત્યારે ફેલાઈ હતી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમના સંબોધનમાં ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા આહવાન કર્યું હતું.

ભારતના ઇંધણ આયાત માટે એક મહત્વના માર્ગ સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ(Strait of Hormuz) દ્વારા વેપારમાં વિક્ષેપ હાલમાં વહીવટીતંત્રની સૌથી મોટી ચિંતાનો વિષય છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ હોવા છતાં ભારતના વ્યૂહાત્મક ભંડાર અને વૈવિધ્યસભર સ્ત્રોતોએ સ્થાનિક સ્ટોકને સ્થિર રાખ્યો છે.
તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે અને પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ભંડાર ધરાવે છે, એક વરિષ્ઠ અધિકારીએ આંતર-મંત્રીમંડળની બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. સરકારે ઇંધણ, ખાતર અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર નજર રાખવા માટે સાત સશક્ત જૂથોને સક્રિય કર્યા છે.

વિવિધ દેશોમાં કયા ફેરફારો થઈ રહ્યા છે?

વિશ્વભરના ઘણા દેશો ઉર્જા બચાવવા માટે રોજિંદા જીવનમાં ફેરફાર કરી રહ્યા છે. સરકારો ઇંધણ અને વીજળીનો વપરાશ ઘટાડવા અને પુરવઠાનું જીવન લંબાવવા માટે પગલાં લઈ રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે પાકિસ્તાન અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં સરકારી કચેરીઓ હવે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ ખુલ્લી છે. તેનાથી મુસાફરી માટે વપરાતા ઇંધણની બચત થાય છે. લાઓસમાં સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તે જ સમયે બહાર નીકળતા લોકોની સંખ્યા ઘટાડવા માટે શિફ્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

વિયેતનામમાં, કંપનીઓને રિમોટ વર્ક અપનાવવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ન્યુઝીલેન્ડ 'કાર-ફ્રી ડે' લાગુ કરવાનું વિચારી રહ્યું છે, એટલે કે લોકો અઠવાડિયામાં એક દિવસ તેમના વાહનો ચલાવશે નહીં. બાંગ્લાદેશમાં વીજળીનો વપરાશ ઘટાડવા માટે શાળાઓ અને કોલેજોને ઓનલાઈન ખસેડવામાં આવી છે. ઘરોમાં પણ થોડા કલાકોના સુનિશ્ચિત વીજ કાપ લાગુ કરવામાં આવી રહ્યા છે.