Salangpur Dham: પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન, હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો

હનુમાન દાદાને વિવિધ રંગોના મિશ્રણથી સિંહાસનની આસપાસ ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલ (પ્રકૃતિ)નું સ્વરૂપ આપવામાં આવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 08:32 PM (IST)Updated: Tue, 02 Jun 2026 08:32 PM (IST)
botad-news-rajopchar-pujan-of-kashtabhanjandev-hanuman-dada-at-salangpur-dham
HIGHLIGHTS
  • 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ વડે હનુમાજી પર પુષ્પવર્ષા કરાઈ

Salangpur Dham: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત હોળી ઉત્સવ નિમિત્તે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 2 જૂન, મંગળવારના દિવસે દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આ સાથે જ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિવિધ રંગોના મિશ્રણથી સિંહાસનની આસપાસ કુદરતી આજુબાજુ ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલ (પ્રકૃતિ) નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સાંજે 5 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાંજે 7 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ભગવાન રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.

જે બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.

વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.