AMC Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માળખાગત વિકાસ અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે ઈજનેરી વિભાગમાં વિવિધ કેડરની કુલ 572 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 23 જાન્યુઆરી સુધી ઉમેદવારો વેબસાઈટ www.ahmedabadcity.gov.inના માધ્યમથી અરજી કરી શકશે.
દિવ્યાંગ સિવાયના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 250. -ઉમેદવારોએ ભરેલી ઓનલાઈન અરજીની વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણાશે. ડોક્યુમેન્ટની ચકાસણીમાં અરજીમાં ભરેલી વિગતોમાં ફેરફાર જણાશે તો ઉમેદવારી રદબાતલ ગણાશે. ઉમેદવાર એક જ અરજી કરી શકશે. સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો પર દબાણ લાવનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
ભરતીની વિગતવાર માહિતી
કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી જગ્યાઓ અને તેની શૈક્ષણિક લાયકાતની વિગતો નીચે મુજબ છે:
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
| આસિ. સિટી ઈજનેર | ૨૭ | બી.ઈ. સિવિલ, પાંચ વર્ષનો અનુભવ (જેમાં બે વર્ષ જાણીતી સંસ્થાનો અનુભવ), ઉંમર ૩૭ વર્ષથી ઓછી |
| આસિ. ઈજનેર | ૭૧ | બી.ઈ. સિવિલ, બે વર્ષનો અનુભવ, ઉંમર ૩૩ વર્ષથી ઓછી |
| સહાયક ટેકનિકલ સુપરવાઈઝર | ૪૭૪ | બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ., ઉંમર ૩૦ વર્ષથી ઓછી |
| કુલ | ૫૭૨ |
