Jio Family Plan: જિયોનો ધમાકેદાર પ્લાન! 1 જ રિચાર્જમાં ચાલશે 4 SIM, 75GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ પણ ફ્રી

આપણે દર મહિને રિચાર્જ કરવાની વાત આવે ત્યારે ટેન્શન આવી જાય કારણ કે આખા ઘરના જેટલા સભ્યો હોય તે બધાનું રિચાર્જ કરવાનું હોય પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી આ પ્લાન તમારા માટે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 16 Jun 2026 12:50 PM (IST)Updated: Tue, 16 Jun 2026 12:50 PM (IST)
jio-family-plan-4-sim-cards-75gb-data-unlimited-calling-gujarati

Jio Family Postpaid Plan: જો તમે તમારા આખા પરિવાર માટે એક સસ્તો અને શાનદાર પ્લાન શોધી રહ્યા છો, તો રિલાયન્સ જિયો એક જબરદસ્ત પોસ્ટપેઇડ પ્લાન લઈને આવ્યું છે. માત્ર ₹449 ની કિંમતમાં આવતો આ ફેમિલી પ્લાન તમને એક જ બિલ હેઠળ આખા ઘરના મોબાઈલ ખર્ચને મેનેજ કરવાની સુવિધા આપે છે. ચાલો જાણીએ આ પ્લાનના ફાયદા અને વિગતો વિશે.

રિચાર્જ અને ચાલશે 4 SIM કાર્ડ

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફેમિલી એડ-ઓન સુવિધા સાથે આવે છે. આમાં એક Primary કનેક્શન ઉપરાંત તમે પરિવારના અન્ય 3 સભ્યોના સિમ કાર્ડ ઉમેરી શકો છો. એટલે કે, એક જ એકાઉન્ટ હેઠળ કુલ 4 સિમ કાર્ડ એક્ટિવ કરી શકાય છે. પ્લાનની મૂળ કિંમત ₹449 છે, પરંતુ દરેક વધારાના (Add-on) સિમ માટે દર મહિને ₹150 નો અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

ડેટા અને કોલિંગના શાનદાર ફાયદા

આ પ્લાનમાં યુઝર્સને ઈન્ટરનેટ અને કોલિંગની ધમાકેદાર સુવિધાઓ મળે છે: મુખ્ય યુઝરને 75GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ લિમિટ પૂરી થયા પછી ₹10 પ્રતિ GB ના દરે ચાર્જ લાગશે. તેમજ દરેક વધારાના સિમ કનેક્શન સાથે 5GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવે છે. ખાસ વાત તો એ કે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજના 100 SMS બિલકુલ ફ્રી મળે છે.

મનોરંજન અને પ્રીમિયમ એપ્સનું સબ્સ્ક્રિપ્શન

જિયો આ પ્લાન સાથે માત્ર કનેક્ટિવિટી જ નહીં, પરંતુ મનોરંજન અને સ્માર્ટ ફીચર્સનું મોટું પેકેજ પણ આપી રહ્યું છે:

JioHotstar: મૂવીઝ, વેબ સિરીઝ, ટીવી શો અને લાઈવ સ્પોર્ટ્સની મજા માણવા માટે 3 મહિનાનું JioHotstar સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે.
Google Gemini Pro: આ પ્લાન સાથે AI ટેક્નોલોજીનો લાભ આપતું Google Gemini Pro નું 18 મહિનાનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફત મળે છે.
Cloud Storage: તમારા કિંમતી ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખવા માટે 2TB સુધીનું મોટું ક્લાઉડ સ્ટોરેજ પણ આપવામાં આવે છે.

જો તમે અલગ-અલગ રિચાર્જના ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો અને એક જ પેકેજમાં ડેટા, કોલિંગ, એન્ટરટેઈનમેન્ટ અને ક્લાઉડ સ્ટોરેજ જેવા પ્રીમિયમ ફાયદા ઈચ્છો છો, તો જિયોનો આ ₹449 વાળો પ્લાન બેસ્ટ ઓપ્શન છે.