હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી, સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી લો આ 9 ઉપયોગી સરકારી એપ્સ

હવે સરકારી કામો માટે લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. ડિજીલોકરથી લઈને પાસપોર્ટ સેવા સુધીની 9 સૌથી ઉપયોગી સરકારી એપ્સ વિશે જાણો જે તમારા રોજિંદા જીવનને સરળ બનાવશે

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 17 Jun 2026 11:53 AM (IST)Updated: Wed, 17 Jun 2026 11:53 AM (IST)
9-government-apps-useful-in-daily-life

9 useful government apps: આજના ડિજિટલ યુગમાં તમારા રોજિંદા કામોને વધુ સરળ અને પેપરલેસ બનાવવા માટે ભારત સરકારની આ 9 સરકારી મોબાઈલ એપ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ આર્ટિકલમાં ડિજીલોકર, એમપરિવહન, આભા અને સંચાર સાથી જેવી મહત્વની એપ્સ વિશેની તમામ વિગતો ગુજરાતીમાં સરળતાથી સમજાવવામાં આવી છે. તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરીને તમે સરકારી ડોક્યુમેન્ટ્સ સાચવવાથી લઈને ઈમરજન્સી સેવાઓનો લાભ આંગળીના ટેરવે મેળવી શકો છો.

રોજિંદા જીવનમાં ઉપયોગી 9 સરકારી એપ

1). ABHA (આભા એપ)

મેડિકલ ફાઈલ વારંવાર દવાખાનાની ફાઈલો કે કાગળિયાં સાથે ન રાખવા પડે, તે માટે આ એપ તમારા અને તમારા પરિવારની બીમારીઓ અને દવાઓનો બધો જ રેકોર્ડ ઓનલાઈન સાચવી રાખશે.

2). RBI Retail Direct

જો તમારે સુરક્ષિત સરકારી સ્કીમ કે બોન્ડમાં પૈસા રોકવા હોય, તો કોઈ પણ એજન્ટ કે દલાલ વગર આ એપની મદદથી સીધું જ રોકાણ કરી શકાશે.

3). Sanchar Saathi

ચોરાયેલો ફોન અને સિમ ચેકિંગ તમારો મોબાઈલ ચોરાઈ ગયો હોય તો તેને તાત્કાલિક બંધ કરવા અને તમારી જાણ બહાર તમારા નામે કોઈ બીજું સિમ કાર્ડ વાપરી રહ્યું છે કે કેમ, તે ચેક કરવા માટે આ પોર્ટલ કામ લાગશે.

4). Digilocker

આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે તમારી માર્કશીટ જેવા અગત્યના કાગળિયાં ઓરિજિનલની જેમ આ એપમાં સાચવીને રાખી શકો છો. આ બધે માન્ય ગણાય છે.

5). mParivahan

તમારે વાહન ચલાવતી વખતે અસલી ડ્રાઈવિંગ લાયસન્સ કે RC બુક સાથે રાખવાની જરૂર નથી. આ એપમાં તે સેવ થઈ જશે અને ટ્રાફિક પોલીસ માંગે ત્યારે આ એપમાંથી બતાવી શકાશે.

6). AIS For Taxpayers

જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, તેમના બેંકના વ્યવહારો અને ટેક્સનો બધો જ હિસાબ-કિતાબ આ એક જ એપમાં જોવા મળશે.

7). Digi Yatra

જો તમે પ્લેનમાં મુસાફરી કરતા હોવ, તો એરપોર્ટ પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાને બદલે માત્ર તમારો ચહેરો સ્કેન કરીને ફટાફટ અંદર જઈ શકશો.

8). 112 APP

કોઈ પણ ઈમરજન્સીના સમયે જેમ કે પોલીસ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની તાત્કાલિક મદદ જોઈતી હોય ત્યારે આ એપનું માત્ર એક બટન દબાવવાથી મદદ મળી જશે.

9). Passport Seva

નવો પાસપોર્ટ કઢાવવા માટે ફોર્મ ભરવું, તારીખ લેવી કે તમારો પાસપોર્ટ ક્યાં પહોંચ્યો છે તે ચેક કરવું - આ બધું જ કામ તમે આ એપથી કરી શકશો.