Vaibhav Suryavanshi: ICC અંડર-19 Wolrd Cup-2026માં ભારતના 14 વર્ષના સ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ બાંગ્લાદેશ સામે શાનદાર ઈનિંગ રમીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 17 જાન્યુઆરીના રોજ બુલાવાયોમાં રમાયેલી આ મેચમાં વૈભવે ફક્ત 67 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો. તેમાં 6 ચોગ્ગા અને 3 સિક્સરનો સમાવેશ થતો હતો.
બાબર આઝમ પાછળ રહી ગયો
વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા વૈભવે ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આમ વૈભવ સૂર્યવંશીએ મેન્સ અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર ખેલાડીનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેણે 14 વર્ષ અને 296 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે.
𝙅𝙪𝙨𝙩 𝙎𝙤𝙤𝙧𝙮𝙖𝙫𝙖𝙣𝙨𝙝𝙞 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 😲
— Star Sports (@StarSportsIndia) January 17, 2026
ICC Mens U19 WC | 🇮🇳 🆚 🇧🇩👉 LIVE NOW ➡️ https://t.co/DGP23ftABG pic.twitter.com/LchANceMDr
અગાઉ આ રેકોર્ડ અફઘાનિસ્તાનના શાહિદુલ્લાહ કમાલના નામે હતો, જેણે વર્ષ 2014માં વેસ્ટ ઈન્ડિઝ સામે 15 વર્ષ અને 19 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. વૈભવના આ સિદ્ધિથી હવે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ યાદીમાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા છે. તેણે 2010માં વેસ્ટ ઈન્ડિઝ સામે 15 વર્ષ અને 92 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો
વૈભવે વિરાટને પાછળ છોડી દીધો
વૈભવ સૂર્યવંશીએ આ મેચ સાથે વધુ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો. યુવા ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. વૈભવે માત્ર 20 યુવા ODI મેચોમાં 1,047 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 28 મેચોમાં 978 રન બનાવ્યા છે. વિજય ઝોલ 36 મેચોમાં 1,404 રન સાથે ભારતીય ખેલાડીઓની આ યાદીમાં ટોચ પર છે. એકંદરે આ રેકોર્ડ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોના નામે છે, જેમણે 1,820 રન બનાવ્યા છે.
