Loading...

T20 World Cup 2026: 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' માટે 8 દાવેદારોની યાદી જાહેર, જસપ્રીત બુમરાહને સ્થાન નહીં; એક ભારતીયનો સમાવેશ

T20 World Cup 2026: આઈસીસી (ICC) દ્વારા T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પૂર્વે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' એવોર્ડ માટેના પ્રબળ દાવેદારોની યાદી જાહેર કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 06 Mar 2026 04:07 PM (IST)Updated: Fri 06 Mar 2026 04:07 PM (IST)
t20-world-cup-2026-only-one-indian-sanju-samson-in-icc-player-of-the-tournament-nominees-not-jasprit-bumrah-703805

T20 World Cup 2026: આઈસીસી (ICC) દ્વારા T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પૂર્વે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' એવોર્ડ માટેના પ્રબળ દાવેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે, 6 માર્ચના રોજ જાહેર કરાયેલી આ યાદીમાં આશ્ચર્યજનક રીતે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ ગાયબ છે. આ યાદીમાં ભારત તરફથી માત્ર સંજુ સેમસનને સ્થાન મળ્યું છે, જ્યારે પાકિસ્તાનનો એક વિસ્ફોટક બેટ્સમેન પણ રેસમાં સામેલ છે. નોંધનીય છે કે 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની અંતિમ જંગ ખેલાશે.

દાવેદારોની યાદી અને તેમનું પ્રદર્શન

વિલ જેક્સ (ઇંગ્લેન્ડ): ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે બેટ અને બોલ બંનેથી કમાલ કરી છે. તેણે 176.56 ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા અને 9 વિકેટ ઝડપી છે. મિસબાહ-ઉલ-હકનો રેકોર્ડ તોડી તે છઠ્ઠા ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.

સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન): પાકિસ્તાનના આ ઓપનરે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડતા એક જ એડિશનમાં સૌથી વધુ 383 રન બનાવ્યા છે. તેણે 160.25 ના સ્ટ્રાઇક રેટ અને 76.60 ની સરેરાશથી 2 સદી ફટકારેલ છે.

સંજુ સેમસન (ભારત): મોડેથી ટીમમાં સામેલ થયા હોવા છતાં સેમસને નોકઆઉટ મેચોમાં પાયાની ભૂમિકા ભજવી છે. તેણે સેમિફાઇનલમાં 89 અને ક્વાર્ટર ફાઇનલમાં અણનમ 97 રન બનાવી કુલ 232 રન (સ્ટ્રાઇક રેટ 201.73) નોંધાવ્યા છે.

શેડલી વાન શાલ્કવિક (USA): 37 વર્ષીય આ ફાસ્ટ બોલર ટુર્નામેન્ટની સૌથી મોટી શોધ સાબિત થયો છે. તેણે માત્ર 4 મેચમાં 7.76 ની શાનદાર સરેરાશથી 13 વિકેટ ઝડપી છે, જેમાં ભારત અને પાકિસ્તાન સામેની 4-4 વિકેટો સામેલ છે.

એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા): પ્રોટિયાઝ કેપ્ટને મધ્યમ ક્રમમાં સ્થિરતા આપી છે. તેણે 8 ઇનિંગ્સમાં 47.66 ની સરેરાશથી 286 રન બનાવ્યા છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની અણનમ ઇનિંગ્સ મહત્વની રહી હતી.

લુંગી ન્ગીડી (દક્ષિણ આફ્રિકા): ન્ગીડીએ 7 મેચમાં 12 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની બોલિંગ લાઇનઅપનું નેતૃત્વ કર્યું છે. તેનો ઇકોનોમી રેટ 7.19 રહ્યો છે અને તે ઘાતક સાબિત થયો છે.

ટિમ સેફર્ટ (ન્યુઝીલેન્ડ): ન્યુઝીલેન્ડના આ વિકેટકીપર-બેટ્સમેને 7 ઇનિંગ્સમાં 274 રન બનાવ્યા છે. તેણે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મહત્વની ફિફ્ટી ફટકારી હતી.

રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ): રવિન્દ્રએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 11 વિકેટ અને 128 રન નોંધાવ્યા છે. ખાસ કરીને શ્રીલંકા સામે 4/27 ના સ્પેલથી તેણે પ્રભાવિત કર્યા હતા.