SRH vs LSG Weather Report, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 10મી મેચમાં આજે, રવિવાર 5 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. આ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે આજે હૈદરાબાદનું વાતાવરણ કેવું રહેશે અને શું વરસાદ મેચમાં વિઘ્ન નાખશે?
SRH vs LSG Weather Report: હૈદરાબાદ હવામાન રિપોર્ટ
હવામાનની આગાહી કરતી પ્રખ્યાત વેબસાઇટ એક્યુવેધર (AccuWeather) ના અહેવાલ મુજબ, 5 એપ્રિલના રોજ હૈદરાબાદમાં વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. દિવસ દરમિયાન શહેરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આકાશમાં મોટે ભાગે વાદળો છવાયેલા રહેશે અને ખાસ કરીને મેચના સમય દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી મેચની મજા બગડી શકે છે.
ગત સિઝનમાં કેવો રહ્યો હતો બંને ટીમોનો રેકોર્ડ?
નોંધનીય છે કે, અગાઉની IPL સિઝન દરમિયાન આ બંને ટીમો બે વખત એકબીજાની સામે મેદાનમાં ઉતરી હતી. આ બંને ટક્કરમાં પરિણામ 1-1 થી બરાબરી પર રહ્યું હતું, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 1 મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે વિજય પતાકા લહેરાવી હતી.
બંને વચ્ચે છેલ્લો મુકાબલો લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયો હતો. આ મેચમાં લખનૌએ આપેલા 206 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને 18.2 ઓવરમાં જ 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
મેચની સંપૂર્ણ વિગતો (SRH vs LSG, IPL 2026)
- દિવસ: રવિવાર, 5 એપ્રિલ, 2026
- સમય: બપોરે 03:30 વાગ્યે (IST)
- સ્થળ: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ
ઇશાન કિશન (કેપ્ટન), અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ, પેટ કમિન્સ.
Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.
