Loading...

SRH vs LSG Pitch Report: હૈદરાબાદમાં બેટ્સમેનો મચાવશે તરખાટ કે સ્પિનરો કરશે કમાલ? વાંચો પિચ રિપોર્ટ અને રસપ્રદ આંકડા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 10મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મુકાબલો રમાવા જઈ રહ્યો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 05 Apr 2026 11:22 AM (IST)Updated: Sun 05 Apr 2026 11:22 AM (IST)
srh-vs-lsg-ipl-2026-pitch-report-track-conditions-match-impact-721988

SRH vs LSG Pitch Report, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 10મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 3:00 વાગ્યે થશે.

ઈશાન કિશનની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ સિઝનમાં પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા ઉતરશે. અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાં SRH ને એકમાં હાર (RCB સામે) અને એકમાં જીત (KKR સામે) મળી છે. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. બીજી તરફ, ઋષભ પંતના નેતૃત્વમાં લખનૌ સુપર જાયન્ટ્સ પોતાની બીજી મેચ રમવા ઉતરશે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પરાજયનો સામનો કર્યા બાદ લખનૌ આજે પ્રથમ જીતની તલાશમાં છે, જ્યારે હૈદરાબાદ પોતાના ઘરઆંગણે દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

SRH vs LSG Pitch Report: હૈદરાબાદની પિચ રિપોર્ટ બેટ્સમેનો માટે 'સ્વર્ગ'

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં બોલ સારી રીતે અને સીધો બેટ પર આવે છે, જેનાથી મોટા શોટ્સ રમવા ખૂબ જ સરળ બની જાય છે. આ ગ્રાઉન્ડ પર એક જ મેચની 40 ઓવરમાં બંને ટીમોના કુલ મળીને 400 થી વધુ રન બને, તો તેમાં કોઈ નવાઈ નથી.

અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જો 220 થી 250 રનનો વિશાળ ટાર્ગેટ આપે, તો પણ ચેઝ થવાની પૂરી સંભાવના રહે છે. ગત IPL સિઝનમાં પણ હૈદરાબાદમાં રમાયેલી 5 માંથી 4 મેચમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમની જીત થઈ હતી. આ ટ્રેન્ડ વર્તમાન સિઝનમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. જોકે, બેટિંગ ફ્રેન્ડલી પિચ હોવા છતાં, જે સ્પિનરો બોલને ફ્લાઇટ આપવાની હિંમત બતાવશે અને ડ્રિફ્ટ મેળવવામાં સફળ રહેશે, તેઓ આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

SRH vs LSG: હેડ-ટુ-હેડ આંકડા

IPL ના ઇતિહાસમાં હૈદરાબાદ અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મુકાબલા થયા છે. આ હેડ-ટુ-હેડ આંકડાઓમાં લખનૌનું પલડું ભારે જોવા મળે છે. LSG એ 4 મેચ જીતી છે, જ્યારે SRH એ માત્ર 2 મેચમાં જીત મેળવી છે.

જોકે, હૈદરાબાદે લખનૌ સામે છેલ્લી 3 માંથી 2 મેચ જીતીને મજબૂત વાપસી કરી છે. પોતાની છેલ્લી મેચમાં KKR ને 65 રનથી હરાવ્યા બાદ સનરાઇઝર્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. બીજી તરફ, જો લખનૌએ આજે જીત મેળવવી હશે, તો તેના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક શાનદાર પ્રદર્શન કરવું પડશે.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના IPL આંકડા

  • કુલ રમાયેલી મેચ: 83
  • પ્રથમ બેટિંગ કરતા જીત: 35
  • લક્ષ્યનો પીછો કરતા (ચેઝ) જીત: 47
  • ટોસ જીતીને મેચ જીતી: 31
  • ટોસ હારીને મેચ જીતી: 51
  • કોઈ પરિણામ નહીં / ટાઈ: 1 / 1
  • પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર: 166
  • સૌથી વધુ સ્કોર: 286/6
  • સૌથી ઓછો સ્કોર: 80
  • સૌથી મોટો સફળ રન-ચેઝ: 247/2

Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ

ઇશાન કિશન (કેપ્ટન), અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ, પેટ કમિન્સ.

Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ

ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન ​ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.