Loading...

PBKS vs SRH Live Streaming: પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

IPL 2026 માં આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે. આ મુકાબલો ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 11 Apr 2026 11:37 AM (IST)Updated: Sat 11 Apr 2026 11:38 AM (IST)
ipl-2026-live-streaming-where-to-watch-punjab-kings-vs-sunrisers-hyderabad-match-live-broadcast-full-info-726030

PBKS vs SRH Live Streaming Info: આઈપીએલ 2026ની 17મી રોમાંચક મેચમાં આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો 11 એપ્રિલ, શનિવારના રોજ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ આર્ટિકલમાં અમે તમને પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL 2026 મેચની લાઇવ સ્ટ્રીમિંગ સંબંધિત જાણકારી આપી રહ્યા છે.

PBKS vs SRH લાઈવ સ્ટ્રીમિંગ । PBKS vs SRH Live Streaming

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ક્યારે રમાશે?

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ 11 એપ્રિલ એટલે કે શનિવારે રમાશે.

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ક્યાં રમાશે?

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ કયા સમયે શરૂ થશે?

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા, એટલે કે બપોરે 3:00 વાગ્યે થશે.

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ક્યાં જોઈ શકાય છે?

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 17મી મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર ઉપલબ્ધ થશે.

Punjab Kings IPL 2026 Squad । PBKS 2026 ની સંપૂર્ણ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સન, માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ હેગડે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ઇશાન કિશન, અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.