India vs Afghanistan Live Cricket Score, 2nd ODI: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ODI સિરીઝની બીજી વનડે મેચ બપોરે દોઢ વાગ્યાથી લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં આ સિરીઝમાં 1-0 થી આગળ છે. આજની મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમ પાસે અજેય લીડ મેળવવાની તક છે.
વોશિંગ્ટન સુંદર આઉટ
અફઘાનિસ્તાને ભારતને નવમો ઝટકો આપ્યો છે. રાશિદ ખાને વોશિંગ્ટન સુંદરને 19 રને આઉટ કર્યો હતો. ભારત છેલ્લી કેટલીક ઓવરોમાં રન માટે સંઘર્ષ કરી રહ્યું છે અને અફઘાન ટીમે વાપસી કરી છે.
અર્શદીપ સિંહ આઉટ
અફઘાનિસ્તાન સામે ભારતની આઠમી વિકેટ પડી છે. ટીમ ઈન્ડિયા અંતિમ ઓવરોમાં સંઘર્ષ કરી રહી છે. અલ્લાહ ગઝનફરે અર્શદીપ સિંહને આઉટ કર્યો છે. અર્શદીપ 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો.
ગુરનૂર બરાર આઉટ
અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં ભારતની સાતમી વિકેટ પડી છે. રાશિદ ખાને ગુરનૂર બરારને આઉટ કર્યો છે. બરાર 3 રન બનાવીને આઉટ થયો.
શ્રેયસ અય્યર આઉટ
ભારતને અફઘાનિસ્તાન સામેની મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો. શ્રેયસ અય્યર સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો. તે 24 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. નાંગિયાલિયા ખારોટીએ 26 રને આઉટ કર્યો.
શુભમન ગિલ અને કેએલ રાહુલ આઉટ
ભારતને અફઘાનિસ્તાન સામેની મેચમાં ચોથો ઝટકો લાગ્યો. કેપ્ટન શુભમન ગિલ 154 રન બનાવીને આઉટ થયો. તેને નાંગેયાલિયા ખારોટીએ આઉટ કર્યો. ગિલ 110 બોલમાં 154 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 22 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. તે જ ઓવરના બીજા જ બોલ પર કેએલ રાહુલ પણ આઉટ થયો. રાહુલ પહેલા બોલ પર મોટો શોટ રમવા માંગતો હતો પણ આઉટ થઈ ગયો.
ઈશાન કિશન આઉટ
એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. ઈશાન કિશન 79 બોલમાં 125 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગ દરમિયાન, કિશને 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેને નાંગેયાલિયા ખારોટીએ આઉટ કર્યો હતો.
યશસ્વી ચાન્સ ચૂક્યો, ભારતનો સ્કોર 55/1
ભારતને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં પડ્યો. મેચની બીજી ઓવરમાં યશસ્વી નવ બોલમાં ફક્ત ચાર રન બનાવી આઉટ થયો. જે બાદ કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માના સહારે સાત ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર 55/1 થયો. રોહિતે 17 બોલમાં 26 રન બનાવ્યા, જ્યારે ગિલે 16 બોલમાં 23 રન ફટકાર્યા.
રોહિત શર્મા ફિફ્ટી ચૂક્યો, સ્કોર 102-2
રોહિત શર્મા માત્ર 2 રનથી પોતાની ફિફ્ટી ચૂકી ગયો. રોહિત શર્માએ 39 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. 14મી ઓવરના પહેલા બોલ પર રોહિત રાશિદ ખાનના હાથે બોલ્ડ થયો. જોકે, શુભમન ગિલ (42)* સાથે મળીને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી નોંધાવી છે.
ગિલે ફિફ્ટી ફટકારી, 23 ઓવરમાં સ્કોર 168-2
કેપ્ટન શુભમન ગિલે સતત બીજી મેચમાં 50 થી વધુનો સ્કોર બનાવ્યો છે, આ તેની વન-ડે કારકિર્દીની 19મી અડધી સદી છે. શુભમન ગિલે 78 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો, અને ઇશાન કિશને 36 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. 23 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 168 રન છે.
ઈશાન કિશને પણ ફિફ્ટી ફટકારી, સ્કોર 221-2
કેપ્ટન શુભમન ગીલ બાદ ઈશાન કિશને ફિફ્ટી ફટકારી. ઈશાન કિશને 52 બોલમાં ચોગ્ગા સાથે ફિફ્ટી ફટકારી છે. બીજી તરફ, કેપ્ટન શુભમન ગિલ સદી તરફ આગળ વધી રહ્યો છે, તે હાલમાં 86 રન પર છે. 30 મી ઓવર પર શુભમન ગીલ સદીથી માત્ર 2 રન દૂર 98 રન પર છે.
કેપ્ટન ગીલની 77 બોલમાં સદી, સ્કોર 262-2
કેપ્ટન શુભમન ગીલની વન-ડે સદી પૂર્ણ થઈ છે. શુભમન ગીલ 77 બોલમાં 103 રન ફટકારી હજુ પણ ક્રિઝ પર છે. કેપ્ટન તરીકે આ તેની પહેલી અને વનડે કારકિર્દીની નવમી સદી હતી. બીજા છેડે ઈશાન કિશન 69 બોલમાં 95 રન સાથે કેપ્ટનનો સાથ આપી રહ્યો છે. ઈશાન કિશન પણ સદી પૂર્ણ કરવાની ખૂબ નજીક છે.
ઈશાન કિશનની 71 બોલમાં સદી, સ્કોર 266-2
ઈશાન કિશને 71 બોલમાં 103 રન ફટકારી સદી નોંધાવી છે. આ તેની બીજી વનડે સદી હતી. તેણે 33મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકી પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. બીજા છેડે કેપ્ટન શુભમન ગીલે પણ પોતાની સદી 77 બોલમાં પૂર્ણ કરી હતી. ભારતનો સ્કોર 266-2 છે.
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે બીજી વન-ડે
ભારતીય ક્રિકેટ ટીમે ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ મેચમાં ડેબ્યુ કરનાર ગુરનુર અને હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આજે પણ ટીમ ઇન્ડિયાને તેમની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રહેશે. આ ઉપરાંત, પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયેલો શ્રેયસ અય્યર આજે મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે.
રોહિત આરામ કરે તો જયસ્વાલને તક મળશે?
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને આજની મેચમાં આરામ આપવામાં આવી શકે તેવી શક્યતા છે. વાસ્તવમાં, પ્રથમ વનડે દરમિયાન તેના કાંડામાં ઈજા પહોંચી હતી અને તે મેદાન પર અસહજ દેખાઈ રહ્યો હતો. જો રોહિત શર્મા આજે આરામ કરશે, તો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને કેપ્ટન શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.
IND vs AFG 2nd ODI Playing 11
- Indian Team Squad:શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, ગુરનૂર બરાડ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ.
- Afghanistan Team Squad: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, દરવિશ રસુલી, ઈબ્રાહીમ જાદરાન, ઝિયા ઉર રહેમાન શરીફી, અઝમતુલ્લાહ ઉમરઝઈ, બિલાલ સામી, નાંગેયાલિયા ખરોટી, ફરીદ અહેમદ મલિક, અલ્લાહ ગઝનફર, અને મોહમ્મદ નબી.
