Loading...

IND vs ENG U19 Live Score: 308 રન પર ભારતને લાગ્યો પાંચમો ઝટકો, વિહાન બાદ વેદાંત પણ પેવેલિયન ભેદો થયો, વૈભવે 175 રન ફટકાર્યા

IND U19 vs ENG U19 Live Score: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 06 Feb 2026 09:42 AM (IST)Updated: Fri 06 Feb 2026 04:13 PM (IST)
ind-u19-vs-eng-u19-world-cup-2026-final-match-live-score-india-u19-vs-england-u19-cricket-scorecard-updates-highlights-result-latest-news-updates-686665

IND U19 vs ENG U19 Live Score, U19 World Cup ​2026 Final Live Cricket Score: આજે અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હશે. હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાનારો આ મુકાબલો રોમાંચથી ભરપૂર રહેવાની સંભાવના છે. ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી વખત અને કુલ દસમી વખત અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચી ચૂકી છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

IND vs ENG U19 Live Score: ભારતે પાંચમી વિકેટ ગુમાવી

37મી ઓવરમાં 308 રનના સ્કોર પર ભારતને પાંચમો ઝટકો લાગ્યો. વેદાંત ત્રિવેદી 36 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 32 રન બનાવીને આઉટ થયો. આરએસ અંબરીશ અને અભિજ્ઞાન કાંડુ હાલમાં ક્રીઝ પર છે.

IND vs ENG U19 Live Score: ભારતનો સ્કોર 300 ને પાર

34 ઓવર પૂર્ણ થઈ ગઈ છે. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા છે. વેદાંત ત્રિવેદી અને વિહાન મલ્હોત્રા હાલમાં ક્રીઝ પર છે. બંને વચ્ચે 51 રનની ભાગીદારી થઈ ચૂકી છે.

IND vs ENG U19 Live Score: 30 ઓવરની રમત સમાપ્ત

ભારતે 30 ઓવર પછી ત્રણ વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા છે. હાલમાં, વિહાન મલ્હોત્રા 16 રન અને વેદાંત ત્રિવેદી 24 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મ્હાત્રેએ પણ 53 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે.

IND vs ENG U19 Live Score: વૈભવ સૂર્યવંશી આઉટ

વૈભવ સૂર્યવંશી 80 બોલમાં 175 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે 26 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા છે. હાલમાં, વેદાંત ત્રિવેદી અને વિહાન મલ્હોત્રા ક્રીઝ પર છે.

IND vs ENG U19 Live Score: 23 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટ પર 220 રન

વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) તોફાની બેટિંગ કરી રહ્યો છે. સદી ફટકાર્યા પછી, તેણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી ધમાકેદાર ઇનિંગ રમી છે. ભારતે 23 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા છે. વૈભવ 72 બોલમાં 155 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. વેદાંત ત્રિવેદી તેની સાથે ક્રીઝ પર છે. બંનેએ ફક્ત 18 બોલમાં 50+ રનની ભાગીદારી કરી છે. આમાંથી, વેદાંતનું યોગદાન ફક્ત બે રન છે.

IND vs ENG U19 Live Score: વૈભવ સૂર્યવંશીની સેન્ચુરી

વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારી છે. તેણે 55 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે. વૈભવે અત્યાર સુધીમાં આઠ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા છે. 20 ઓવર પછી, ભારતનો સ્કોર બે વિકેટે 167 છે. વેદાંત વૈભવ સાથે ક્રીઝ પર છે. એરોન જ્યોર્જ નવ રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, આયુષ મ્હાત્રેએ 51 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. બીજી વિકેટ માટે મ્હાત્રે અને વૈભવ વચ્ચે 142 રનની ભાગીદારી થઈ.

IND vs ENG U19 Live Score: મ્હાત્રે આઉટ

એલેક્સ ગ્રીન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી વચ્ચેની ભાગીદારી તોડવામાં સફળ રહ્યો. 19મી ઓવરમાં, 162 રનના સ્કોર પર, મ્હાત્રે મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે બેન મેયસના હાથે કેચ આઉટ થયો. 51 બોલમાં 53 રન બનાવીને તે આઉટ થયો. તેની ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. મ્હાત્રેએ વૈભવ સાથે 142 રનની ભાગીદારી કરી. હાલમાં, વૈભવ સાથે વેદાંત ત્રિવેદી ક્રીઝ પર છે.

IND vs ENG U19 Live Score: મ્હાત્રે–વૈભવની 100+ રનની ભાગીદારી

અંડર-19 ફાઇનલમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ શાનદાર બેટિંગ કરતાં સદીની ભાગીદારી નોંધાવી છે. 15 ઓવર પૂર્ણ થયા બાદ ભારતે 1 વિકેટ ગુમાવી 122 રન બનાવી લીધા છે. વૈભવ 41 બોલમાં 71 રન પર અડીખમ છે, જ્યારે મ્હાત્રે 38 બોલમાં 39 રન બનાવીને ક્રીઝ પર ટકી રહ્યો છે. બંને વચ્ચે માત્ર 66 બોલમાં 102 રનની મજબૂત ભાગીદારી થઈ છે. ભારતની એકમાત્ર વિકેટ એરોન જ્યોર્જની રહી, જેણે 9 રન બનાવ્યા હતા.

IND vs ENG U19 Live Score: ભારતે 100 રનનો આંક પાર કર્યો

ભારતે 14 ઓવર સુધી 1 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશી 37 બોલમાં 57 રન અને કેપ્ટન આયુષ મ્હાત્રે 36 બોલમાં 38 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.

IND vs ENG U19 Live Score: વૈભવ સૂર્યવંશીની તાબડતોબ ફિફ્ટી

અંડર-19 ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીનું બેટ જોરદાર રીતે બોલી રહ્યું છે. તેણે માત્ર 32 બોલમાં અડધી સદી પૂરી કરી. આ ટુર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં આ તેનો ત્રીજો 50+ સ્કોર છે. ખાસ વાત એ છે કે તેણે અત્યાર સુધી માત્ર 15 ડોટ બોલ રમ્યા છે. વૈભવે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી ઇંગ્લેન્ડના બોલરો પર દબાણ વધાર્યું છે.

કેપ્ટન આયુષ મ્હાત્રે પણ શાનદાર સાથ આપી રહ્યા છે. 12 ઓવર બાદ ભારતે 1 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે. આ સમયે મ્હાત્રે 27 બોલમાં 32 રન અને વૈભવ 34 બોલમાં 55 રન બનાવીને ક્રીઝ પર અડીખમ છે. ભારતીય ટીમ 8થી વધુ રનરેટ સાથે ઝડપી ગતિએ બેટિંગ કરી રહી છે.

IND vs ENG U19 Live Score: 10 ઓવર બાદ ભારત 79/1

10 ઓવર પૂર્ણ થયા ત્યારે ભારતે 1 વિકેટ ગુમાવી 79 રન નોંધાવ્યા. આયુષ મ્હાત્રે 20 બોલમાં 26 રન અને વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 42 રન સાથે રમી રહ્યા છે. ભારતને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એરોન જ્યોર્જ 20 રનના સ્કોર પર આઉટ થયો. ત્યારબાદ વૈભવ અને મ્હાત્રેએ 50+ રનની ભાગીદારી નોંધાવી ઇનિંગ્સને મજબૂતી આપી.

IND vs ENG U19 Live Score: આઠ ઓવર પૂર્ણ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ 8 ઓવર પૂર્ણ થયા બાદ 1 વિકેટ ગુમાવી 53 રન બનાવી લીધા છે. હાલમાં કેપ્ટન આયુષ મ્હાત્રે 14 બોલમાં 18 રન અને વૈભવ સૂર્યવંશી 23 બોલમાં 24 રન બનાવીને ક્રીઝ પર મજબૂત ભાગીદારી નિભાવી રહ્યા છે. ભારતનો એકમાત્ર વિકેટ એરોન જ્યોર્જનો રહ્યો, જે 9 રન બનાવી આઉટ થયો હતો.

IND vs ENG U19 Live Score: ભારતને ચોથી જ ઓવરમાં લાગ્યો ઝટકો

ભારતને ચોથી ઓવરના અંતિમ બોલ પર પહેલો ઝટકો લાગ્યો હતો. ટીમનો સ્કોર તે સમયે 20 રન હતો. એરોન જ્યોર્જ 9 રન બનાવીને એલેક્સ ગ્રીનની બોલિંગમાં બેન મેયસના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રેએ વૈભવ સૂર્યવંશી સાથે મળીને ઇનિંગ્સ સંભાળી.

IND vs ENG U19 Live Score: ફાઇનલ મેચની શરૂઆત

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગ્સની શરૂઆત કરી. ઇંગ્લેન્ડ તરફથી મોર્ગને બોલિંગનો આરંભ કર્યો. પહેલી ઓવરમાં 4 રન બન્યા હતા, જેમાં પાંચમા બોલ પર એરોન જ્યોર્જે બાઉન્ડ્રી ફટકારી હતી.

IND vs ENG U19 Live Score: બંને ટીમોનો પ્લેઇંગ XI

ભારત: એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.

ઇંગ્લેન્ડ: બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, થોમસ રેવ (વિકેટકીપર/કેપ્ટન), કાલેબ ફોકનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડેન, એલેક્સ ગ્રીન.

IND vs ENG U19 Live Score: ભારતે ટોસ જીત્યો

ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મ્હાત્રેએ કહ્યું કે પીચ બેટિંગ માટે સારી લાગે છે અને ફાઇનલ જેવી ઉચ્ચ દબાણવાળી મેચમાં, તે પહેલા બેટિંગ કરવા માંગે છે અને વિરોધી ટીમ પર દબાણ લાવવા માંગે છે. ઇંગ્લેન્ડના કેપ્ટન થોમસ રેવે કહ્યું કે તે ગમે તે રીતે પહેલા બોલિંગ કરવા માંગતો હતો, તેથી ટોસ જીતવો એ ભારત માટે મોટો ફાયદો નહોતો. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઇંગ્લેન્ડે એક ફેરફાર કર્યો છે.

IND vs ENG U19 Live Score: ભારતનો પ્રભાવશાળી રેકોર્ડ

અંડર-19 ODI વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ નોંધપાત્ર છે. 1988 માં ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી, ભારતે 2000, 2008, 2012, 2018 અને 2022 માં ટાઇટલ જીત્યું છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે છેલ્લે 1998 માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 2022 માં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા પાસેથી ફરી એકવાર આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમ સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી છે અને એકંદરે તેની 10મી ફાઇનલ રમી રહી છે.

IND U19 vs ENG U19 Live Score: બંને ટીમો શાનદાર ફોર્મમાં

ભારતીય યુવા ટીમે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને રેકોર્ડ 10મી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સાથે જ ભારત સતત 6ઠ્ઠી વખત ફાઇનલ રમનાર વિશ્વની પ્રથમ ટીમ બનવા જઈ રહ્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ 6 વખત ફાઇનલમાં પહોંચવાનો કીર્તિમાન નોંધાવ્યો હતો, પરંતુ હવે ભારત આ યાદીમાં શિર્ષ સ્થાને પહોંચી ગયું છે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ઇતિહાસ રચવા માટે માત્ર એક જીતથી દૂર છે.

બીજી બાજુ, ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને પરાજય આપીને ફાઇનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઇંગ્લેન્ડનું પ્રદર્શન સંતુલિત રહ્યું છે. તેમની બેટિંગ અને બોલિંગ બંને વિભાગોએ અસરકારક દેખાવ કર્યો છે, જે ભારતીય ટીમ માટે કઠિન પડકાર સાબિત થઈ શકે છે.

IND U19 vs ENG U19 Live Score: હેડ-ટુ-હેડ આંકડા

  • કુલ મેચ: 55
  • ભારતની જીત: 41
  • ઇંગ્લેન્ડની જીત: 13
  • પરિણામ વગરની મેચ: 01

IND U19 vs ENG U19 Live Score: ટોસ કેટલા વાગ્યે થશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 12:30 વાગ્યે થશે.

IND U19 vs ENG U19 Live Score: ભારતમાં ભારત vs ઇંગ્લેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

ભારત vs ઇંગ્લેન્ડ ફાઇનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતના ફેન્સ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે.

IND U19 vs ENG U19 Live Score: ભારતમાં ભારત vs ઇંગ્લેન્ડ ફાઇનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

ભારત vs ઇંગ્લેન્ડ ફાઇનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતના ફેન્સ માટે JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

IND U19 vs ENG U19 Live Score: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો

ભારત: આયુષ મ્હાત્રે (c), વિહાન મલ્હોત્રા, એરોન જ્યોર્જ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, દીપેશ દેવેન્દ્રન, હેનીલ પટેલ, ખિલાન પટેલ, અભિજ્ઞાન કુંડુ (wk), મોહમ્મદ ઈનાન, ઉધવ મોહન, હરવંશ પાંગલિયા, કિશન સિંહ, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી.

ઇંગ્લેન્ડ: થોમસ રિવ (c/wk), રાલ્ફી આલ્બર્ટ, અલી ફારૂક, બેન ડોકિન્સ, કાલેબ ફાલ્કનર, ફરહાન અહેમદ, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, લ્યુક હેન્ડ્સ, આઇઝેક મોહમ્મદ, મેની લુમ્સડેન, બેન મેયસ, જેમ્સ મિન્ટો, જોસેફ મૂર્સ, સેબેસ્ટિયન મોર્ગન.