Loading...

Bangladesh Team Out: છેવટે ICC એ T20 વર્લ્ડ કપ-2026માંથી બાંગ્લાદેશને તગેડી મુક્યું, સ્કૉટલેન્ડને મળ્યું સ્થાન

ICC દ્વારા આ નિર્ણય બાંગ્લાદેશે સુરક્ષા કારણ વિશ્વ કપ મેચો માટે ભારત નહીં જવાના નિર્ણય બાદ લીધો છે.BCB એ મુસ્તફિઝુર રહેમાનને IPL-2026માંથી બહાર કરવામાં આવ્યા બાદ આ વલણ અપનાવ્યુ હતુ

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 24 Jan 2026 07:02 PM (IST)Updated: Sat 24 Jan 2026 07:03 PM (IST)
icc-excluded-bangladesh-from-t20-world-cup-2026-scotland-team-entered-679247

Bangladesh Team Out: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સત્તાવાર રીતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને માહિતગાર કર્યું છે કે ભારત અને શ્રીલંકાની યજમાનીમાં આગામી મહિનાથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ-2026 (T20 World Cup 2026)માં તેના સ્થાને સ્કૉટલેન્ડ(Scotland Team)ને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી PTIએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.

ICC દ્વારા આ નિર્ણય બાંગ્લાદેશે સુરક્ષા કારણ વિશ્વ કપ મેચો માટે ભારત નહીં જવાના નિર્ણય બાદ લીધો છે.BCB એ મુસ્તફિઝુર રહેમાનને IPL-2026માંથી બહાર કરવામાં આવ્યા બાદ આ વલણ અપનવ્યુ હતું. એવી માહિતી મળી છે કે ICC ચેરમેન જય શાહ હાલમાં દુબઈમાં છે અને BCB ચેરમેન અમીનુલ ઇસ્લામ બુલબુલને એક સત્તાવાર ઇમેઇલ મોકલવામાં આવ્યો છે.

ગઈકાલે સાંજે ઈમેલ મોકલવામાં આવ્યો
ગઈકાલે સાંજે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડ ભારતની મુલાકાત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે ICCની સત્તાવાર 24 કલાકની સમયમર્યાદાને સમર્થન આપતું નથી અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

BCB એ ઢાકામાં એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જે ICC પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. તેમને જણાવવામાં આવ્યું છે કે તેમનું રિપ્લેસમેન્ટ કરાયું છે.

BCBએ ના પાડી
બાંગ્લાદેશ રમતગમત મંત્રાલયના સચિવ આસિફ નજરુલે સુરક્ષા જોખમોનો હવાલો આપીને પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. ICCએ વારંવાર BCBને ખાતરી આપી છે કે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં કોઈ ખતરો નથી. ક્રિકેટ સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી સત્તાવાર આમંત્રણ મળ્યું નથી, પરંતુ તે ફક્ત સમયની વાત છે.

સ્કોટલેન્ડ કયા ગ્રુપમાં રમશે
સ્કોટલેન્ડ તેના ગ્રુપ મેચ વેસ્ટ ઈન્ડિઝ, ઈટાલી અને ઈંગ્લેન્ડ સામે રમશે. પહેલી મેચ 7મી ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ ઈટાલી સામે અને ત્રીજી મેચ 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે કોલકાતામાં રમાશે. અંતિમ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે રમાશે.