DC vs MI Weather Report, IPL 2026: આઈપીએલ 2026 ની આઠમી અને અત્યંત રોમાંચક ગણાતી દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ આજે બપોરે રમાનાર છે. જોકે, દિલ્હીના આકાશમાં છવાયેલા વાદળોને કારણે ચાહકોમાં મેચ રમાશે કે કેમ તે અંગે ચિંતા જોવા મળી રહી છે. 19મી IPL સીઝનની આ ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાનારી પ્રથમ મેચ છે.
DC vs MI Weather Report: હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે અને સાંજના સમયે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ શરૂ થવાના સમયે એટલે કે બપોરે 2:30 વાગ્યે તાપમાન 29°C ની આસપાસ રહેશે અને વરસાદની શક્યતા માત્ર 4% જેટલી નહિવત છે. જોકે, બપોરે 3:30 વાગ્યા પછી વરસાદની શક્યતા વધીને 24% થઈ શકે છે.
સાંજ પડતાની સાથે તાપમાનમાં ઘટાડો થશે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાંથી હળવા પવન ફૂંકાશે. સમગ્ર મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી મેચ પૂર્ણ થવાની પૂરેપૂરી આશા છે.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
Mumbai Indians IPL 2026 Squad । MI 2026 ની સંપૂર્ણ ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, મિશેલ સેન્ટનર, વિલ જેક્સ, ક્વિન્ટન ડી કોક, મયંક માર્કંડે, શેરફેન રધરફોર્ડ, નમન ધીર, રિયાન રિકલ્ટન, કોર્બીન બોશ, રોબિન મિંઝ, રાજ અંગદ બાવા, એએમ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.
