Bangladesh Cricket Board:બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCB માં ભારે અફરા-તફરીની સ્થિતિ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં નવી સરકાર બન્યા બાદથી જ બોર્ડના અનેક સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. 25 સભ્યો પૈકી 7 સભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
આ પૈકી 4 વ્યક્તિએ શનિવારે બોર્ડની બેઠક બાદ રાજીનામું આપી દીધુ હતુ.BCBના અધ્યશ્ર અમીનુલ ઈસ્લામે તેમના પદ પરથી હટવાનો ઈન્કાર કર્યો છે.
ઈસ્લામના કાર્યકાળમાં બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધ ખૂબ જ ખરાબ રહ્યા હતા. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો ઈન્કાર કર્યો હતો, જે વર્ષ 2025માં યોજાવાનો હતો.આ ઉપરાંત તેમણે T20 વર્લ્ડકપ 2026થી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. આ તમામ ઘટના અમીનુલના કાર્યકાળમાં થયેલી હતી.
બીજીબાજુ નવી સરકાર બન્યા બાદ BCB ભારત સાથે તેના સંબંધ સુધારવા તરફ આગળ વધી રહી છે. તેને લીધે કેટલાક સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, જોકે ઈસ્લામે તેને લઈ ઈન્કાર કર્યો છે.
અમીનુલ ઇસ્લામે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો
ESPNcricinfo પ્રમાણે ઇસ્લામે જમુના ટીવીને કહ્યું કે હું મારા પદ પરથી રાજીનામું આપીશ નહીં. હું બીજું શું કરી શકું? હું જતો રહેનારો સૌથી છેલ્લો હોઈશ. BCBમાં મારી ટીમ ખૂબ જ સમર્પિત અને પ્રામાણિક છે. હું તેમની સાથે બાંગ્લાદેશ ક્રિકેટની સેવા કરવા માંગુ છું. હું એકમાત્ર બાંગ્લાદેશી છું જેણે ICCમાં કામ કર્યું છે.
હું એમ નથી કહેતો કે હું એક મહાન વ્યક્તિ છું, પરંતુ હું મારા અનુભવને કારણે આ પદ પર છું. મેં મારા દેશને ટેકો આપવા માટે બધું છોડી દીધું. જો આ હવે મારું નથી તો હું બીજો રસ્તો શોધીશ.
