Surya Mantras For Children: શું તમારું બાળક પણ કલાકો સુધી મોબાઈલમાં મશગુલ રહે છે, તો સૂર્ય દેવના 5 મંત્રો તેમની એકાગ્રતા વધારશે

હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહને દેવતાનું સ્વરૂપ માની તેમની પૂજા કરવામાં આવે છે. માત્ર જ્યોતિષની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ સૂર્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 04:16 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:16 PM (IST)
your-child-also-stay-busy-with-his-mobile-for-hours-these-5-mantras-of-lord-surya-to-increase-concentration
HIGHLIGHTS
  • આજે સામાજિક અને શૈક્ષણિક દબાણના કારણે મોટાભાગના બાળકોમાં માનસિક તણાવ જોવા મળે છે

Surya Mantras For Children: આધુનિક યુગમાં બાળકોનું જીવન પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. અવનવા ડિજિટલ ગેજેટ્સ બાળપણથી જ બાળકોના જીવન પર ઊંડી અસર કરી રહી છે. અત્યારે મોટાભાગના વાલીઓ બાળકના કૌશલ વિકાસ પર ધ્યાન આપવાની જગ્યાએ તેમને હાથમાં મોબાઈલ ફોન પકડાવી દે છે. જેના પરિણામે બાળકો કલાકો સુધી મોબાઈલમાં મશગુલ રહે છે.

બીજી તરફ વર્તમાન સમયના સ્પર્ધાત્મક યુગમાં બાળકોને શ્રેષ્ઠ બનવા માટે સતત દબાણ વધતુ જઈ રહ્યું છે. સામાજિક અને શૈક્ષણિક દબાણના કારણે આજકાલ મોટાભાગના બાળકોમાં એકાગ્રતાની કમીની સાથે-સાથે માનસિક તણાવ પણ જોવા મળી રહ્યો છે.

બાળકો માટે સૂર્ય કેમ જરૂરી?

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહનું આગવું મહત્વ છે. હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહને દેવતાનું સ્વરૂપ માની તેમની પૂજા કરવામાં આવે છે. માત્ર જ્યોતિષની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ સૂર્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. જે કોઈ વ્યક્તિનો સૂર્ય મજબૂત હોય છે, તેમનામાં નેતૃત્વની ક્ષમતા વધારે હોય છે.

ઝડપથી બદલાતા યુગમાં પોતાના બાળકોના બૌદ્ધિક વિકાસ અને માનસિક તેમજ શારીરિક દ્રષ્ટિએ મજબૂત બનાવવા માટે સૂર્ય સાથે સંકળાયેલા આ 5 મંત્રોનું અચૂક સ્મરણ કરવું જોઈએ.

બાળકો માટે સૂર્ય સાથે સંકળાયેલા 5 સરળ અને અસરકારક મંત્ર (Surya Mantras For Children)

  1. ऊं सूर्याय नम:

આ મંત્રનો અર્થ છે કે, અંધકારને દૂર કરનારા સૂર્ય જેમની આપણે પૂજા કરીએ છીએ. જેણે આપણને પ્રકાશ આપ્યો છે.

  1. ऊं मरीचये नमः

આ મંત્ર સૂર્ય ભગવાનના 12 નામો પૈકી એક છે. આપણે એ ભગવાન સૂર્યને નમસ્કાર કરીએ છીએ, જે પ્રકાશની કિરણોના સ્વામી છે અને સમસ્ત જગતને ઉર્જા પુરી પાડે છે.

  1. ऊं रवये नमः

રવયે અર્થાત રવિ, જે હંમેશા ચમકતો રહે છે. સંક્ષેપમાં સમજીએ તો, જે પ્રકાશમાન હોવાની સાથે-સાથે રોશની પ્રદાન કરે છે, તેવા તેજસ્વી સૂર્ય દેવને મારા નમસ્કાર છે.

  1. ऊं घृणि सूर्याय नम:

હું સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરનારા જ્ઞાન અને ઉર્જાના પ્રતિક સૂર્ય દેવને નમસ્કાર કરું છું.

  1. ऊं नमो भगवते सूर्याय नमः

સૂર્ય દેવને અત્યંત પવિત્ર મંત્રો પૈકી એક છે, જેનો અર્થ છે કે, આપણે સૂર્ય દેવને આહ્વાન કરીએ છીએ અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્રનો જાપ કરીએ છીએ.