Vyatipat Yog 2026: જુલાઈમાં બનતો 'વ્યતિપાત યોગ' 5 રાશિઓની ચિંતા વધારશે, જાતકો પર તકલીફોનો પહાડ તૂટી પડશે

10 જુલાઈએ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિના કારણે અશુભ એવો વ્યતિપાત યોગ સર્જાશે, તે જાતકોના કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 07:53 PM (IST)Updated: Fri, 19 Jun 2026 07:53 PM (IST)
vyatipat-yog-2026-occurring-in-july-these-5-zodiac-signs-to-be-careful

Vyatipat Yog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને નક્ષત્રોનો સંયોગ કોઈ રાશિના જાતકો માટે ખુશીઓનો ખજાનો ખોલી નાંખે છે, તો કોઈ રાશિના જાતકોની અગ્નિ પરીક્ષા લેતો હોય છે. આવો જ એક યોગ છે 'વ્યતિપાત યોગ', જેને ખગોળીય અને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. 'વ્યતિપાત'નો અર્થ થાય છે વિપરિત સ્થિતિ.

દ્વિક પંચાગ પ્રમાણે, સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિના કારણે બનતો આ યોગ કેટલીક રાશિના જાતકોના જીવનમાં અચાનક મોટી ઉથલપાથલ મચાવી શકે છે. આગામી 10 જુલાઈ, 2026ના રોજ સવારે 6:53 કલાકે 'વ્યતિપાત યોગ' સર્જાવા જઈ રહ્યો છે, જે બપોરે 12:27 મિનિટ સુધી સક્રિય રહેશે.

મોટાભાગે વ્યાતિપાત યોગને અશુભ માનવામાં આવે છે, જે જાતકોની કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. એવામાં 10 જુલાઈથી નિર્માણ થવા જઈ રહેલા 'વ્યતિપાત યોગ'થી ચાર રાશિના જાતકોના જીવનમાં અચાનક તકલીફો વધી જશે. તો ચાલો જાણીએ કંઈ છે આ ચાર અનલકી રાશિઓ...

 

  • વૃષભ રાશિફળ (Taurus Horoscope): આ રાશિના જાતકો માટે વ્યતિપાત યોગ ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. જાતકોને અણધાર્યા ખર્ચામાં ઓચિંતો વધારો થઈ શકે છે. જેના પરિણામે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની શકે છે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. આ સમયે વાણીમાં સંયમ જાળવવો હિતાવહ રહેશે.
  • મિથુન રાશિફળ (Gemini Horoscope): 'વ્યતિપાત યોગ'ના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. અણધાર્યું આર્થિક નુક્સાન આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધી શકે છે. પ્રેમ પ્રસંગમાં વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે. અપમાનજનક સ્થિતિ ઉભી થઈ શકે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે.
  • સિંહ રાશિફળ (Leo Horoscope): 'વ્યતિપાત યોગ' સિંહ રાશિના જાતકો માટે માનસિક તણાવ વધારનારો સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને કરિયરની બાબતોમાં અડચણો આવી શકે છે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ હાથમાં સરકી શકે છે. નિકટના સ્વજન તરફથી દગાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી હિતાવહ રહેશે.
  • કુંભ રાશિફળ (Aquarius Horoscope): આ રાશિના જાતકોને નકારાત્મક વિચારો વધતા આત્મવિશ્વાસ ડગી શકે છે. ધંધામાં કોઈ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી હિતાવહ રહેશે. બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો જોઈએ. મહેનત પ્રમાણે પરિણામ ના મળવાથી નિરાશા સાંપડશે.


બચવા માટેના ઉપાય (Vyatipat Yog 2026)

વ્યતિપાત યોગની ખરાબ અસરથી બચવા માટે 'ॐ नमो भगवते वासुदेवाय' કે 'ॐ नमः शिवाय' મંત્રનો મનોમન જાપ કરતા રહો. આ સિવાય જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને ભોજનનું દાન કરો. બને ત્યાં સુધી ક્રોધ પર કાબુ રાખીને મન શાંત રાખો. સૂર્ય નારાયણને જળ અર્પણ કરો. કોઈની સાથે લડાઈ-ઝઘડા ના કરશો.