Grah Gochar 2026: ગઈકાલે 3 એપ્રિલથી હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ માસની શરૂઆત થઈ ચૂકી છે. આગામી 1 મે સુધી ચાલનારો વૈશાખ માસ પણ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે, જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર પડવાની જ છે.
ખાસ વાત એ છે કે, વૈશાખ માસમાં અનેક મોટા ગ્રહો પોતાની સ્થિતિ બદલવાના છે. ગ્રહોનું આ ગોચર દુર્લભ અને શક્તિશાળી યોગનું નિર્માણ કરશે, જેની અસરથી કેટલીક રાશિના જાતકો માટે કષ્ટદાયક સમય શરૂ થશે, તો 4 રાશિના જાતકોને અત્યંત લાભદાયી નીવડવાનું છે, તો ચાલો જાણીએ વૈશાખ માસમાં ગ્રહ ગોચરથી ક્યા-ક્યા યોગ બનશે અને તેનાથી કંઈ રાશિના જાતકોની કિસ્મત ચમકશે?
વૈશાખ મહિનામાં ક્યારે-ક્યા ગ્રહો ગોચર કરશે?
આજથી એક સપ્તાહ બાદ 11 એપ્રિલના રોજ ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ મંગળ બિરાજમાન છે. આ બન્ને ગ્રહો શનિ અને સૂર્ય સાથે મળીને ચતુર્ગ્રહી યોગ બનાવશે.
આ સાથે જ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ પણ બનશે, જે જાતકની બુદ્ધિ, નેતૃત્વ ક્ષમતા અને સફળતાનો કારક માનવામાં આવે છે. જે બાદ 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં તેમજ 19 એપ્રિલે શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. જેના પરિણામે માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. જે બાદ 30 એપ્રિલે બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે.
મેષ (Aries Rashifal)
વૈશાખ માસ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. કરિયરમાં પ્રગતિ થાય. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવી દિશા ખુલશે. કપરા સંજોગોમાં ભાગ્યનો સાથ મળતો જણાશે.
વૃષભ (Taurus Rashifal)
ગ્રહોનું ગોચર વૈશાખ માસમાં આ રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિનો સરવાળો કરવાના સંકેત આપી રહ્યું છે. શુક્રના શુભ પ્રભાવથી ઝળહળતી સફળતા તમારા કદમ ચુમશે. લાંબાગાળાથી ફસાયેલા પૈસા પરત મળવાના યોગ છે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. અશક્ય જણાતા કામો સફળ થઈ શકે છે.
મિથુન (Gemini Rashifal)
આ રાશિના જાતકો માટે પણ વૈશાખ મહિનો અત્યંત લાભકારી સિદ્ધ થવાનો છે. બુધના પ્રભાવથી આપ પ્રગતિની નવી ઊંચાઈએ પહોંચી શકશો. વર્ષોથી અટકેલા કામો ઉકેલવાનો માર્ગ મળશે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે.
કુંભ (Aquarius Rashifal)
વૈશાખ માસમાં બની રહેલી ગ્રહોની દુર્લભ સ્થિતિ આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપુર સાથ આપવાના સંકેત આપી રહી છે. આ માસમાં ન્યાયાલયની કામગીરી નિર્ણાયક સાબિત થશે. મનોકામનાને સાકાર કરવામાં મદદ મળે. વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાશે. નવી યોજના અમલમાં મૂકી શકાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
