Shukra Nakshatra Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં સુખ, વૈભવ, પ્રેમ અને ઐશ્વર્યના કારક મનાતા શુક્ર દેવનું નક્ષત્ર પરિવર્તન એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે. એવામાં આગામી 23 જૂનના રોજ શુક્ર પોતાના મિત્ર એવા બુધ ગ્રહના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે.
એવું કહેવાય છે કે, શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન 4 રાશિના જાતકો માટે તગડો ફાયદો કરાવનારું સાબિત થશે. શુક્રના ગોચર સાથે જ જાતકોની તકદીરનો સિતારો ચમકવા માંડશે અને આવકમાં અણધાર્યો ઉછાળો જોવા મળશે. તો ચાલો જાણીએ કંઈ છે આ 4 લકી રાશિઓ...
આ પણ વાંચો
- વૃષભ રાશિફળ (Taurus Horoscope): આ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર ગોચર વરદાનરૂપ સાબિત થશે. જાતકોની આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. નોકરીમાં બઢતીમાં બાધા દૂર થાય. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. મનને ગમતો પ્રવાસ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો ગતિ પકડશે. દેવામાંથી મુક્તિ થવાના યોગ બનશે.
- કર્ક રાશિફળ (Cancer Horoscope): આ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર ગોચર અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. આવકની નવી દિશા ખૂલશે.નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ સંભવ. કોઈ જૂના રોગમાંથી મુક્તિ મળી શકે છે. વિલંબમાં પડેલું કાર્ય આગળ વધશે. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવશે
- તુલા રાશિફળ (Libra Horoscope): આ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ચમત્કાર સર્જનારું નીવડશે. આર્થિક કટોકટી છતાં રસ્તો મળી આવતા મોટી રાહત અનુભવશો. જૂના કોઈ રોકાણમાં સારું એવું વળતર મેળવી શકશો. ધાર્મિક યાત્રા પર જઈ શકાય. મકાન કે વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. આપની કોઈ શંકાનું સમાધાન જણાય.
- કુંભ રાશિફળ (Aquarius Horoscope): શુક્રના નક્ષત્ર ગોચરથી કુંભ રાશિના જાતકો માટે મનના મનોરથ ફળતા જણાશે. વધારાની આવક રળવાના પ્રયત્ન સફળ થતાં જણાય. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધે અને તરક્કી થાય. ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડે. લાંબા સમયથી વિવાહ ઈચ્છુક માટે યોગ્ય પાત્રનું મિલન થાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
