Loading...

Mahashivratri 2026: 15 કે 16 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ અને ચાર પ્રહરની પૂજાનો શુભ સમય

ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ, દહીં અને મધથી અભિષેક કરવાથી તેમજ રાત્રિના ચાર પ્રહરમાં વિધિપૂર્વક પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 28 Jan 2026 03:35 PM (IST)Updated: Wed 28 Jan 2026 03:35 PM (IST)
mahashivratri-2026-date-importance-vrat-katha-puja-vidhi-timings-of-maha-shivaratri-681285

Mahashivratri 2026 Date and Pooja Timings: શિવ અને પાર્વતીના દિવ્ય મિલનનું પ્રતીક માનવામાં આવતો મહાશિવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ શુભ અવસરે દેશભરના શિવ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, અભિષેક અને જાગરણનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2026માં મહાશિવરાત્રીની તારીખને લઈને ભક્તોમાં મૂંઝવણ છે, આ તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવાશે કે 16 ફેબ્રુઆરીએ? પંચાંગ મુજબની અહીં સચોટ માહિતી આપવામાં આવી છે.

મહાશિવરાત્રી 2026 ક્યારે છે?

પંચાંગ અનુસાર, ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીએ સાંજે 5:04 PMથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 PMએ પૂર્ણ થશે. તિથિના આધારે મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રી પૂજાના શુભ સમય (2026)

  • રાત્રી પ્રથમ પ્રહર પૂજા સમય: 6:39 PM થી 9:45 PM
  • રાત્રી બીજો પ્રહર પૂજા સમય: 9:45 PM થી 12:52 AM
  • રાત્રી ત્રીજો પ્રહર પૂજા સમય: 12:52 AM થી 3:59 AM
  • રાત્રી ચોથો પ્રહર પૂજા સમય: 3:59 AM થી 7:06 AM
  • નિશિતા કાલ પૂજા સમય: 12:28 AM થી 1:17 AM

મહાશિવરાત્રીના શુભ યોગ

  • મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ રહેશે.
  • ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રનો સંયોગ રહેશે.
  • વ્યતિપાત યોગ આખો દિવસ રહેશે.
  • કુંભ રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને શુક્રનો સંયોગ ચતુર્ગ્રહી યોગ બનાવશે.

ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ, દહીં અને મધથી અભિષેક કરવાથી તેમજ રાત્રિના ચાર પ્રહરમાં વિધિપૂર્વક પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ભક્તો માટે મહાશિવરાત્રી 2026માં શિવ કૃપા મેળવવાનો વિશેષ અવસર ગણાય છે.

ચાર પ્રહરની પૂજામાં મંત્ર જાપ

  • પ્રથમ પ્રહરનો મંત્ર- 'ह्रीं ईशानाय नमः'
  • બીજો પ્રહર મંત્ર- 'ह्रीं अघोराय नम:'
  • ત્રીજો પ્રહર મંત્ર- 'ह्रीं वामदेवाय नमः'
  • ચોથો પ્રહર મંત્ર- 'ह्रीं सद्योजाताय नमः

મહામૃત્યુંજય મંત્ર

ऊँ हौं जूं स: ऊँ भुर्भव: स्व: ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
ऊर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ऊँ भुव: भू: स्व: ऊँ स: जूं हौं ऊँ।।

ભગવાન શિવના શક્તિશાળી મંત્રો

  • ओम साधो जातये नम:।। ओम वाम देवाय नम:।।
  • ओम अघोराय नम:।। ओम तत्पुरूषाय नम:।।
  • ओम ईशानाय नम:।। ॐ ह्रीं ह्रौं नमः शिवाय।।