Chanakya Niti For Happy Marriage Life: આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં પરિવાર અને સબંધોને લઈને અનેક મહત્ત્વપૂર્ણ અને લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ દર્શાવી છે, જે આજના સમયમાં પણ આપણા માટે ખૂબ જ કામની છે.
ચાણક્યએ પોતાની એક નીતિમાં જણાવ્યું છે કે, પત્નીએ 4 પ્રકારની સ્ત્રીઓથી દૂર રાખવી જોઈએ. જો ભૂલથી પણ પત્ની આવી મહિલાઓની સોબતમાં આવી ગઈ હોય, તો તરત જ તેને તેમનો સાથ છોડાવી દેવો જોઈએ, નહીંતર લગ્નજીવનમાં તકલીફ આવી શકે છે. તો ચાલો જાણીએ આ અંગે ચાણક્ય શું કહે છે...
- ચરિત્ર્યહિન સ્ત્રીઓથી દૂર રાખોઃ ચાણક્ય અનુસાર ચરિત્ર્યહીન પ્રવૃતિઓ કરતી હોય તેવી સ્ત્રીઓથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. આવી મહિલાઓ બીજાના સબંધોની દરકાર નથી કરતી. તેમની સોબત પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. આથી પરિવારને અને ખાસ કરીને પત્નીને આવી મહિલાઓથી દૂર રહેવામાં જ ભલાઈ માનવામાં આવી છે, નહીંતર લગ્નજીવનમાં તણાવ આવી શકે છે.
- પૈસાનો દેખાડો કરતી હોય તેવી મહિલાઃ કેટલીક મહિલાઓની આદત હોય છે કે, તેઓ બીજાની સામે પોતાના ધનનું પ્રદર્શન કરે છે. આવી મહિલાઓથી પણ પોતાની પત્નીને દૂર રાખવી જોઈએ. જેનું પાછળનું કારણ ચાણક્યએ જણાવ્યું છે કે, આવી મહિલાઓની સાથે રહીને આપણી પત્ની પર બિનજરૂરી માંગણીઓ કરીને ખર્ચા કરવા લાગે છે. જેના પરિણામે ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. આથી આવી સ્ત્રીઓથી દૂર રહેવામાં જ શાણપણ છે.
- ક્રોધિત સ્વભાવ ધરાવતી સ્ત્રીઃ ક્રોધિત સ્વભાવ ધરાવતી સ્ત્રીઓના કારણે નાની-નાની વાતોમાં મોટો વિવાદ થઈ જતો હોય છે. આવી મહિલાઓ વાતનું વતેસર કરી નાંખતી હોય છે. તેમનો વ્યવહાર ઘણીવાર અપમાનજનક પણ થઈ જતો હોય છે, કારણ કે આવી મહિલાઓનો ગુસ્સો પરિવારની શાંતિ ભંગ કરી શકે છે. આવી સ્ત્રીઓ સાથે રહીને પત્નીનો સ્વભાવ પણ તેના જેવો જ થઈ શકે છે. આથી આવી સ્ત્રીઓથી પત્નીને અંતર જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
- ઈર્ષ્યાળુ અને દ્વેષભાવથી પીડાતી સ્ત્રીઃ જે મહિલાઓ બીજાની ખુશીઓની ઈર્ષ્યા કરતી હોય અને કાયમ નકારાત્મક વિચારો કરતી હોય, તે બીજાના સુખી સંસારમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્ત્રીઓને પરિવારની અંગત વાતો કહેવાનું ટાળવું જોઈએ. ચાણક્ય નીતિમાં આવી મહિલાઓને સૌથી વધુ ખતરનાક ગણવામાં આવી છે. જે સબંધોમાં ભ્રમ અને ગેરસમજ ઉભી કરી શકે છે.
