April 2026 Shubh Muhurat: એપ્રિલમાં લગ્ન માટે 8 દિવસ શુભ મુહૂર્ત, જાણો વાહન અને મિલકત ખરીદવા માટેની શ્રેષ્ઠ તારીખો

April 2026 Auspicious Dates and Shubh Muhurat: વર્ષ 2026 નો એપ્રિલ મહિનો ધાર્મિક અને માંગલિક કાર્યો માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 26 Mar 2026 01:12 PM (IST)Updated: Thu, 26 Mar 2026 01:12 PM (IST)
april-2026-auspicious-dates-and-shubh-muhurat-for-marriage-griha-pravesh-and-other-activities-according-to-gujarati-and-hindu-panchang-and-calendar

April 2026 Auspicious Dates and Shubh Muhurat: વર્ષ 2026 નો એપ્રિલ મહિનો ધાર્મિક અને માંગલિક કાર્યો માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ મહિનામાં નામકરણ, જનોઈ (ઉપનયન) અને વિદ્યારંભ જેવા સંસ્કારો માટે અનેક શુભ દિવસો મળી રહ્યા છે. જોકે, નવા ઘરમાં પ્રવેશવા ઈચ્છતા લોકો માટે આ મહિને થોડી રાહ જોવી પડશે.

એપ્રિલ 2026 શુભ મુહૂર્ત

લગ્ન (વિવાહ): આ મહિને લગ્ન માટે 8 દિવસ શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે. જેમાં તારીખ 15, 20, 21, 25, 26, 27, 28 અને 29 નો સમાવેશ થાય છે.

નામકરણ વિધિ: નવજાત શિશુના નામકરણ માટે સૌથી વધુ તારીખો ઉપલબ્ધ છે. જે તારીખ 01, 02, 03, 06, 10, 12, 13, 15, 17, 23, 24, 27 અને 29 છે.

ઉપનયન (જનોઈ): પવિત્ર દોરા ધારણ કરવા માટે તારીખ 02, 03, 04, 06 અને 20 શુભ રહેશે.

અન્નપ્રાશન: બાળકને પ્રથમ વખત અન્ન ખવડાવવા માટે તારીખ 20, 21, 26, 27 અને 29 ઉત્તમ છે.

વાહન ખરીદી: જો તમે નવું વાહન લેવાનું વિચારી રહ્યા હોવ તો તારીખ 01, 02, 06, 12, 13, 23, 24 અને 29 પર પસંદગી ઉતારી શકો છો.

મિલકત ખરીદી: જમીન કે મકાનનું બાનાખત અથવા ખરીદી કરવા માટે તારીખ 06, 08, 16, 17, 21, 25, 26 અને 27 શ્રેષ્ઠ રહેશે.

વિદ્યારંભ: બાળકનું શિક્ષણ શરૂ કરવા માટે આ મહિનામાં 11 જેટલી શુભ તારીખો છે. જે તારીખ 01, 03, 06, 08, 10, 15, 17, 20, 22, 24 અને 29 છે.

કર્ણવેધ (કાન વીંધવા): તારીખ 02, 03, 06, 12, 13, 18, 23, 24 અને 29 ના રોજ આ વિધિ કરી શકાશે.

મુંડન સંસ્કાર: આ વિધિ માટે તારીખ 03, 13 અને 23 શુભ છે.

ગૃહપ્રવેશ માટે કોઈ મુહૂર્ત નથી

નવા મકાનમાં રહેવા જવા ઈચ્છતા પરિવારો માટે એપ્રિલ મહિનામાં એક પણ ગૃહપ્રવેશ મુહૂર્ત ઉપલબ્ધ નથી. જ્યોતિષીઓના મતે, આ મહિનામાં ગ્રહોની સ્થિતિ ગૃહપ્રવેશ માટે સાનુકૂળ ન હોવાથી ભક્તોએ આગામી મહિના સુધી રાહ જોવી હિતાવહ રહેશે.