Loading...

Premanand Ji Maharaj: બાળકે પૂછ્યું કે મોબાઈલનું વ્યસન કેવી રીતે છોડવું? પ્રેમાનંદજી મહારાજે આપ્યો જવાબ

આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 20 Jan 2026 08:29 PM (IST)Updated: Wed 21 Jan 2026 03:07 AM (IST)
premanand-ji-maharaj-a-child-asked-how-to-quit-mobile-addiction-premanandji-maharaj-gave-the-answer-677321

Premanand Ji Maharaj: આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. હાલમાં મહારાજના દરબારમાં એક બાળકે કહ્યું કે મોબાઈલનું વ્યસન થઈ ગયું છે તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો.

વર્તમાન સમયમાં બાળકો અને યુવાનોમાં વધતા મોબાઈલના વપરાશ વિશે મહારાજશ્રી સલાહ આપે છે કે મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ અને તેમાં માત્ર ભક્તિ સંબંધિત શ્રેણીઓ જેવી કે રામાયણ, મહાભારત અથવા સંતોની વાણી જોવી જોઈએ. નકામી ગેમ્સ રમીને સમય બગાડવાને બદલે હાથમાં કાઉન્ટર મશીન રાખીને દરરોજ ઓછામાં ઓછું 1000 વાર 'રાધા રાધા' નામનો જપ કરવો જોઈએ. મહારાજશ્રી ભારપૂર્વક જણાવે છે કે નામ જપ કરવાથી મન પવિત્ર થાય છે અને નકારાત્મક વિચારો, ક્રોધ તથા ચિંતા આપોઆપ દૂર થઈ જાય છે. જ્યારે મન ભગવાન સાથે જોડાય છે, ત્યારે જીવનમાં સકારાત્મકતા અને આનંદનો અનુભવ થવા લાગે છે.

સામાજિક જવાબદારી અને ભક્તિનો સમન્વય

આધુનિક સમાજમાં ભક્તિ કરવાથી લોકો મજાક ઉડાવશે તેવો ડર રાખવાની જરૂર નથી, કારણ કે ભક્તિનો સાચો અર્થ ભગવાન સાથે પોતાનો અંગત સંબંધ માનવો તે છે. જો કોઈને બહારથી તિલક કે કંઠી ધારણ કરવામાં સંકોચ થતો હોય, તો તેઓ અંતરથી નામ જપ કરી શકે છે અને સુકી રજનું તિલક લગાવી શકે છે જે દેખાય નહીં. મહારાજશ્રી કહે છે કે આધુનિકતા ગમે તેટલી મોટી હોય, પણ તે અધ્યાત્મથી મોટી નથી, અને સમાજ હંમેશા સાચા ભક્તોનો આદર કરે છે.

વ્યવસાય અને નિઃસ્વાર્થ સેવા

ડોક્ટરો, વહીવટી અધિકારીઓ કે રાજનેતાઓ માટે મહારાજશ્રી જણાવે છે કે તેમણે પોતાનું કાર્ય પરમાર્થના ભાવથી કરવું જોઈએ. ડોક્ટરોએ દર્દીઓને પોતાના પરિવારના સભ્યો માનીને સેવા કરવી જોઈએ અને શક્ય હોય તો ગરીબ દર્દીઓની ફી માફ કરી પોતાના ખર્ચે સારવાર કરવી જોઈએ, જેનાથી હૃદયમાં અદભૂત શાંતિ મળે છે. તેવી જ રીતે, કાયદાનું પાલન કરાવતા અધિકારીઓએ ભ્રષ્ટાચારીઓ પ્રત્યે ખોટી દયા રાખવાને બદલે મક્કમતાથી કાયદાનું પાલન કરવું જોઈએ, કારણ કે ગુનેગારને દંડ આપવો તે પણ એક પ્રકારની પવિત્રતાની પ્રક્રિયા છે.

ગુરુ કૃપા અને અહંકારનો ત્યાગ

ગુરુને પ્રસન્ન કરવા માટે કોઈ મોંઘી વસ્તુઓ કે પૈસાની જરૂર નથી, પરંતુ તેમની આજ્ઞાનું પાલન કરવું એ જ સૌથી મોટી સેવા છે. મહારાજશ્રી જણાવે છે કે સાધકે હંમેશા એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે તેની સફળતા, માન-સન્માન કે ભજન બધું જ ગુરુની કૃપાનું ફળ છે. જ્યારે વ્યક્તિને સમજાય છે કે જે કંઈ તેની પાસે છે તે તેનું પોતાનું નથી પણ તેના ગુરુનું છે, ત્યારે તેનામાંથી અહંકાર આપોઆપ નષ્ટ થઈ જાય છે.