Sachin Tendulkar Video: ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર(Sachin Tendulkar) અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સચિને તેમના સત્તાવાર સોશિયલ હેન્ડલ પર ગામડાના છોકરાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક જુગાડ ગાડીનો વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં બાળકો લાકડાં, પૈડા અને લોખંડના રોડની મદદથી તૈયાર કરવામાં આવેલ એક નાની કાર ચલાવતા જોવા મળે છે. બાળકોની આ અદભુત સર્જનાત્મકતાએ સચિનનું દિલ જીતી લીધુ છે.
Driving through one of the many hidden corners of India, we stopped to check out a ‘car’ that didn’t come from a showroom, but from sheer imagination.
This is the kind of talent that doesn’t wait for perfect conditions, it finds a way to roll anyway. Bas mauka milna chahiye! pic.twitter.com/6QMlnwvyzx
આ વીડિયો શેર કરતાં સચિને એક પ્રેરણાદાયક સંદેશ પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે ભારતના અનેક છૂપાયેલા સર્જનાત્મકતા પૈકી એક છે.
સચિને ભાવુક સંદેશ શેર કર્યો
"ભારતના અનેક ગુપ્ત ખૂણા પૈકી એકમાંથી પસાર થતી વખતે અમે એક 'કાર' જોઈને રોકાયા ગયા, જે કોઈ શોરૂમ ન હતો પણ કલ્પનાની ઉપમા હતી. સચિન વધુમાં લખે છે કે આ એવા પ્રકારનો પ્રભાવ છે કે જે અનુકૂળ પરિસ્થિતિની કોઈ રાહ જોવામાં આવતી નથી, પણ કોઈ પણ પ્રકારથી આગળ વધવાના માર્ગને શોધી લે છે. બસ આ બાળકોને એક યોગ્ય તકની શોધ છે.
લાકડા અને લોખંડના જુગાડથી તૈયાર કરી ગાડી
વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગામના કેટલાક બાળકોએ સાથે મળી એક નાની ગાડી તૈયાર કરી છે. આ ગાડીને તૈયાર કરવામાં કોઈ મોંઘી મશીનરી નહીં પણ હાથવગી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક આ ગાડી પર બેસે છે અને બસ બીજુ બાલક તેને ધક્કો લગાવી આગળ વધારે છે. સચિત પોતે પણ આ ગાડી પાસે જઈને ઉભો રહી વાત કરે છે અને તેમની ટેકનિકલ ખુબીઓ વિશે માહિતી મેળવે છે.
