Jacky Shroff Support: PM મોદીની અપીલને જેકી શ્રૉફનું સમર્થન; કહ્યું-'દુનિયા ભર મેં બેંડ બજ ગયા હિન્દુસ્તાન બિંદાસ ખા-પી રહા હૈ, જો બોલા વો કરો', જુઓ Video

PM મોદીએ કરેલી વિનંતીને બોલીવુડ (Bollwood)ના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રૉફે સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 24 May 2026 10:08 PM (IST)Updated: Sun, 24 May 2026 10:25 PM (IST)
jackie-shroff-came-out-in-support-of-pm-modis-appeal-to-save-petrol-and-diesel-see-video

Save Petrol Diesel: પશ્ચિમ એશિયામાં ભારે તણાવની સ્થિતિને લીધે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે વધારો થયો છે અને LPG સિલિન્ડરને લઈ પણ મુશ્કેલી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટે વિનંતી કરી છે.

PM મોદીએ કરેલી વિનંતીને બોલીવુડ (Bollwood)ના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રૉફે સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

— Himanshu Yadav Bjp (@bjphimanshuyadv) May 24, 2026

જેકી શ્રૉફે એક કાર્યક્રમ સમયે દેશમાં લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અંગે પૂછતા તેમણે કહ્યું કે ગાડી ઓછી ચલાવીને ઉપકાર થોડો કરી રહ્યા છે. ગાડી ઓછી ચલાવો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો, દુનિયાભરની બેંડ બજ ગયા હૈ, હિન્દુસ્તાન હજુ પણ બિંદાસ ખઈ-પી રહ્યું છે…પેટ્રોલ-ડીઝલ, ગેસ મળી રહી છે તો શા માટે રડી રહ્યા છો. જે PM મોદીએ જે કહ્યું છે તે કરો.પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પીએમ મોદીની અપીલને તમામ ક્ષેત્રો દ્વારા સમર્થન મળી રહ્યું છે અને હવે બોલિવૂડ પણ તેમાં જોડાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રુટ અવરોધાતા ભારત માટે ઈંધણને લઈ પડકાર સર્જાયો છે. આ સંજોગોમાં તંગ પુરવઠાની સ્થિતિમાં ઈંધણનો ઓછો ઉપયોગ કરવા માટે PM મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા અને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા માટે પણ આહવાન કર્યું છે.