Viral Post: નોર્વેમાં ભારતીય કર્મચારીએ વીકેન્ડમાં કામ કર્યું તો બૉસે આપ્યો ઠપકો,'Hustle Culture'ને લઈ સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું

વિનોદની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારતીય કોર્પોરેટ કંપનીઓની કાર્યશૈલીને લઈ લોકો ભારે નારાજગી સાથે ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે આ પોસ્ટએ મારું દિલ સ્પર્શી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 13 Jun 2026 07:56 PM (IST)Updated: Sat, 13 Jun 2026 08:00 PM (IST)
indian-employee-in-norway-scolded-by-boss-for-working-on-weekend-post-on-hustle-culter-goes-viral-on-social-media

Viral Post:સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ પર એક ભારતીય પ્રવાસીની પોસ્ટએ વિશ્વભરના કોર્પોરેટ કર્મચારીઓ (Corporate Employees)નું ધ્યાન ખેંચ્યું છે. વિનોદ નામના એક પ્રોફેશનલે માહિતી શેર કરી છે કે કેવી રીતે ભારતમાં વધારે પડતા કલાકો સુધી કામ કરવાની તેની જૂની ટેવને લીધે નોર્વે (Norway)માં બોસ (મેનેજર) તરફથી પ્રશંસા બદલે ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. આ પોસ્ટએ હવે વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં કોર્પોરેટ કલ્ચર, કામની મર્યાદા તથા કર્મચારીઓએ ખાનગી સેક્ટરમાં કેવા માનસિક તણાવની સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેને લઈ ચર્ચા સાથે પરિવર્તનની માંગ શરૂ થઈ ગઈ છે.

વિનોદ આશરે 15 વર્ષ અગાઉ નોર્વે શિફ્ટ થયો હતો. તેણે પોતાની પોસ્ટમાં માહિતી આપી કે જ્યારે તે શરૂઆતમાં ત્યાં ગયો તો તેને ભારતની પરંપરાગત કાર્યશૈલી (Indian Work Athics)થી ટેવાયેલા હતા. તેઓ વીકેન્ડ પર પણ કામ કરતાં હતા. લંચ છોડી દેતા હતા. મોડી રાત્રી સુધી ઓફિસમાં રોકાઈને કામ કરતાં હતા અને ઘણી વખત તબિયત ઠીક ન હોય તો પણ કામ કરવા ટેવાયેલ.

વિનોદ કહે છે કે તેના જીવનમાં પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે તેના બોસે તેને ઓચિંતા જ બેઠક માટે બોલાવેલ. વિનોદને લાગ્યું કે તેના કઠોર પરિશ્રમ અને વધુ સારા આઉટપુટ માટે તેની પ્રશંસા કરવામાં આવશે. પણ વાત અલગ થઈ.

— Vinod (@turiyatman) June 10, 2026

બૉસે કહ્યું-આવા સમર્પણની કોઈ જરૂર નથી

વિનોદે તેની પોસ્ટમાં બોસ સાથે વાતચીતનો ઉલ્લેખ કરતાં લખ્યું કે મારા બોસે મને કહ્યું કે તે શનિવારે મારા ઈમેલનો જવાબ આપ્યો અને મને જાણ કર્યાં વગર એક પ્રોજેક્ટ પૂરો કરવા માટે તારી રજાઓ રદ્દ કરી દીધી. હું જાણુ છું કે તારો ઈરાદો સારો છે, પણ આ વાત બિલકુલ યોગ્ય નથી . અહીં રજાઓ ફરજિયાત છે અને તું તારી રજાઓને છોડી શકે નહીં. તારા જૂનિયર તને જોઈ રહ્યા છે.આવા સમર્પણની કોઈ જરૂર નથી. વિનોદ કહે છે કે કામ પ્રત્યે આંધળી દોડ અને ચિંતા મને મારા જીવનમાંથી ચુપચાર કઈ-કઈ બાબત છીનવી લીધી હતી. અને હું ખૂબ રડ્યો.

સોશિયલ મીડિયા પર 'Hustle Culture'ને લઈ ભારે ગુસ્સો

વિનોદની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારતીય કોર્પોરેટ કંપનીઓની કાર્યશૈલીને લઈ લોકો ભારે નારાજગી સાથે ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે આ પોસ્ટએ મારું દિલ સ્પર્શી લીધુ. ભારતમાં આજે પણ જરૂરિયાત કરતાં ઘણું કામ કરવાને સમર્પણ માનવામાં આવે છે. અન્ય એક યુઝર્સે ભારતમાં મોટા પરિવર્તનની આશાને લઈ આશંકા વ્યક્ત કરી. ભારતમાં લોકો બોસની નજરમાં સારા બનવા માટે એકબીજા કરતાં વધારે કામ કરતાં રહેશે. આપણે તો બસ એ બાબત જોઈને જ ખુશ થવાનું કે નોર્વેમાં તમામ બાબત કેટલી અલગ છે.

— Mr Dixit (@Amardixit27) June 10, 2026

વધારે પડતું કામ માનસિક નુકસાનને આમંત્રણ

ઓનલાઈન વ્યાપક ચર્ચા સમયે અનેક કર્મચારીઓએ કામના દબાણ અને સતત મળતા ટાર્ગેટ પૂરા કરવાના પડકારો અંગે પોતાના અનુભવો રજૂ કર્યાં છે. એક ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે એક દિવસ મને ખૂબ જ તાવ આવ્યો. હું ઘરે જવાની મંજૂરી માંગી તો બોસે મને પહેલા બે કામ પૂરા કરી લેવા કહ્યું. તે દિવસે મને હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું અને કંપનીએ મારા અડધા દિવસનો પગાર પણ કાપી લીધો. વાત પૈસાની નહીં પણ માનવતા અને સન્માનની છે.

નિષ્ણાતોનું માનવું છે કે વાયર પોસ્ટ વિશ્વભરમાં ફરજિયાત આરામના નિયમો, કોર્પોરેટ પારદર્શિતા તથા કામના કલાકોની એક સ્વસ્થ મર્યાદા નક્કી કરીને વધતી માંગને નિર્ધારીત કરે છે.