'ઑફર લાવી..કેરી લઈ લો..' લંડનમાં દેશી સ્ટાઈલમાં કેરીઓ વેચતી 'શાંતાબાઈ'નો VIDEO VIRAL, ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે

ભારતમાં જે કેરી સામાન્ય ભાવે મળે છે, તે લંડનમાં પ્રીમિયમ બની ગઈ છે. રૂ. 1500 થી રૂ. 3000 પ્રતિ ડઝન વેચાતી કેસર અને અલ્ફાન્સોના ભાવ પાછળનું કારણ શું?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 May 2026 11:01 PM (IST)Updated: Sat, 02 May 2026 11:01 PM (IST)
viral-video-shows-desi-style-mango-selling-in-london-but-prices-shock-everyone
HIGHLIGHTS
  • ગાયત્રી ફાર્મર સ્ટોરના ઈન્સ્ટા પેજ પર શેર કરેલો વીડિયો વાયરલ

Viral Video: અત્યારે ભારતમાં 'ફળોના રાજા' ગણાતી કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે. કેરીના રસિયાઓ તમને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મળી જશે. ભારતીય કેરીઓની વિદેશમાં ભરપુર માંગ છે. એવામાં સૌ કોઈના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, સિઝનમાં કેરી સરળતાથી અને સસ્તા ભાવે મળી રહી છે, તો વિદેશોમાં ખાસ કરીને લંડન જેવા શહેરમાં તેનો શું ભાવ હશે?

હકીકતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને ગાયત્રી ફાર્મર સ્ટોર નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. ગાયત્રી ફાર્મર સ્ટોર UK સ્થિત એક ઑનલાઈન ગ્રોસરી સ્ટોર છે, જે સમગ્ર દેશમાં ડિલિવરી પહોંચાડે છે.

જો કે વીડિયોમાં મહિલાનો કેરી વેચવાનો અંદાજ એકદમ દેશી છે. જેમાં લારી પર કેરીઓના ઢગલા ખડકવામાં આવ્યા છે અને ભારતીય મહિલા દેશી શાકભાજીવાળીની માફક બૂમો પાડી-પાડીને કેરી વેચી રહી છે.

અત્યારે ગાયત્રી ફાર્મર સ્ટોરમાં કેસર અને અલ્ફાન્સો જેવી દેશી કેરીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેના ભાવ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં કેસર કેરી ડઝન દીઠ 16 પાઉન્ડ અને અલ્ફાન્સો કેરી 18 પાઉન્ડમાં વેચાઈ રહી છે.

હવે આ ભાવની ભારત સાથે સરખામણી કરીએ તો, ભારતમાં કેસર કેરી 40 થી 100 રૂપિયા પ્રતિ કિલો મળી જાય છે, જ્યારે પ્રીમિયમ ક્વોલિટીની અલ્ફાન્સો કેરી 700 થી 2 હજાર રૂપિયે ડઝન વેચાઈ રહી છે.

જ્યારે ગ્લોબલ માર્કેટમાં ખાસ કરીને લંડનમાં કેસર અને અલ્ફાન્સો કેરીની કિંમત 1500થી 3000 રૂપિયા કે તેનાથી વધારે પહોંચી જાય છે. એટલે કહી શકાય કે, ભારતમાં જે કેરી સામાન્ય ફળ છે, તે વિદેશમાં પ્રીમિયમ પ્રોડક્ટ બની જાય છે.

વિદેશમાં કેરીની કિંમત વધારે હોવા પાછળ ઈમ્પોર્ટ ડ્યૂટી, એર કાર્ગો, પેકેજિંગ અને લિમિટેડ સપ્લાય જેવા મુખ્ય કારણો છે. આ સિવાય લાજવાબ સ્વાદના કારણે ભારતીય કેરીઓની માંગ પણ વધારે રહે છે. આજ કારણોસર ભારતમાં સસ્તામાં વેચાઈ રહેલી કેરી લંડનમાં પહોંચીને 2 થી 4 ગણી મોંઘી થઈ જાય છે.