VIRAL VIDEO: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને દેશના સુપ્રીમ લીડર ખામેનેઈ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. જે બાદ રઘવાયા બનેલા ઈરાને અમેરિકાના મદદગાર રહેલા ખાડી દેશોમાં તાબડતોડ હુમલા કરવાનું શરૂ કરી દીધુ છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઈરાનના આ પગલાની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. મીડલ ઈસ્ટમા તણાવને પગલે ભારતમાં અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા અફવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્રમાં લોકોએ પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી. જેને પગલે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ભારત પાસે પેટ્રોલ-ડીઝલનું પુરતો જથ્થો છે. આથી લોકો અફવાઓથી દૂર રહે.
આ પણ વાંચો
આવા સમયે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર 5000 લીટરનું ટેન્કર લઈને ડીઝલ ભરાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે, સંભાવિત પેટ્રોલ-ડીઝલની તંગીની આશંકાને પગલે લોકો પહેલાથી જ સ્ટોક કરવા લાગ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ મોટું ટેન્કર લઈને પેટ્રોલ પંપ પર પહોંચે છે અને પેટ્રોલની પાઈપ લઈને ભરવાનું શરૂ કરી દે છે. થોડીવારમાં ટેન્કર છલોછલ ભરાઈ જાય છે.
એવું કહેવાય છે કે, ટેન્કરની ક્ષમતા 5 હજાર લીટરની છે. જો કે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ કે, આ વ્યક્તિએ આટલું બધુ ઈંધણ ક્યા કારણોસર ખરીદી રહ્યો છે.
The govt says it has fuel reserves for 50–60 days, but if it doesn’t curb rumors and panic, and fails to crack down on hoarders and black marketeers, that 50–60 day stock won’t last even two weeks.
— THE SKIN DOCTOR (@theskindoctor13) March 11, 2026
This man here is (proudly) filling 5,000 litres of fuel, enough to meet the needs… pic.twitter.com/6zYWunZbw5
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર પાસે ભલે 50 થી 60 દિવસ સુધીનું ક્રૂડ સ્ટોક હોય, પરંતુ અફવાઓના પગલે લોકો પેટ્રોલ-ડીઝલ ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેનાથી સ્ટોક ઝડપથી ખતમ થઈ શકે છે.
આ સાથે જ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર આ વ્યક્તિ જ નહીં, પરંતુ નાના-નાના શહેરો ઉપરાંત ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકો પણ મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ખરીદવા લાગ્યા છે
અફવાઓના પગલે પેનિંગ બાઈંગ વધે છે
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર તરેહ-તરેહની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ સલાહ આપે છે કે, એકસાથે આટલું બધુ ફ્યુઅલ લઈ જવું જોખમી હોવાની સાથે-સાથે ગેરકાયદેસર છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, અફવાઓના કારણે પેનિક બાઈંગ વધવા લાગે છે, જેના પરિણામે બજારમાં કુત્રિમ તંગી ઉભી થઈ શકે છે. આખરે સામાન્ય લોકોને જ તકલીફ ભોગવવાનો વારો આવે છે.
નોંધ: ગુજરાતી જાગરણ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
